OMG: એક જ મરદથી પ્રેગ્નેટ થવા માગે છે આ જોડીયા બહેનો, સચ્ચાઈ જાણીને આંચકો લાગશે
જોડીયા બહેનોએ એક જ પુરુષ સાથે જીવન વિતાવાનો નિર્ણય લીધો
ઓસ્ટ્રેલિયાના પર્થની રહેવાસી જોડાયા બહેનો અન્ના અને લુસી ડેંકિંક બાકી દરેક જોડીયા ભાઈ બહેનથી અલગ છે. જોડીયા બાળકો નાનપણથી બધુ શેર કરતા હોય છે. એક સાથે એક જેવા જ કપડા પહેરતા હોય છે.
દુનિયામાં જોડીયા બાળકો હોવા એ કંઈ નવી વાત નથી. જોડીયા બાળકો નાનપણથી લઈને મોટા થાય ત્યાં સુધી દરેક કામ એક સાથે કરતા હોય છે, તથા બધુ શેર પણ કરતા હોય છે. પણ આ જ ક્રમમાં એક જોડીયા બહેનોએ બધુ જ કરવાનું અને એક સાથે કરવાના નિયમને થોડો વધારે પડતો અપનાવી લીધો છએ. આ બંને બહેનો એક જ પુરુષ સાથે લગ્ન તો કરવા માગે છે પણ એક જ શખ્સથી તેઓ ટ્વિસની મા બનવાની પણ પ્રબળ ઈચ્છા ધરાવે છે, જેને સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા હતા.
જોડીયા બહેનોની કહાની સાંભળીને આપ પણ ચોંકી જશો, જેમાં તે એક સાથે જ એક જ શખ્સના સાથે સંબંધ બાંધીને જોડીયા બાળકોની માતા બનવા માગે છે. તેની પાછળનું કારણ એ છે કે, જોડીયા હોવાના કારણે નાનપણથી તેઓ દરેક કામ એક સાથે જ કરતી આવી છે. ત્યાં સુધી કે બાથરુમમાં પણ એક સાથે જાય છે. તેથી આ સંબંધને તે આગળ લઈ જવા માગે છે. એટલા માટે તેઓ હવે ટ્વિન્સ બાળકોની માતા બનવા માગે છે.
ઓસ્ટ્રેલિયાના પર્થની રહેવાસી જોડાયા બહેનો અન્ના અને લુસી ડેંકિંક બાકી દરેક જોડીયા ભાઈ બહેનથી અલગ છે. જોડીયા બાળકો નાનપણથી બધુ શેર કરતા હોય છે. એક સાથે એક જેવા જ કપડા પહેરતા હોય છે. આ બહેનોના જણાવ્યા અનુસાર, બંને એક જેવા જ કપડા નથી પહેરતી પણ તેઓ એક સાથે બાથરુમમાં પણ જાય છે. ન્હાવાનું પણ સાથે. 2012માં પણ તેમણે સગાઈ પણ એક શખ્સ સાથે કરી. જેનું નામ બેન બાયરન અને તેનાથી પ્રેગ્નેટ થઈને આ બંને બહેનો જોડીયા બાળકોની માતા બનવા માગે છે.
આ જોડીયા બહેનો પોતાની પ્રેગ્નેન્સને સિંક્રનાઈઝ કરવાની ઈચ્છા વ્યક્ત કરીને પોપ્યુલર થઈ ગઈ છે. બંને બહેનો TLC શો એક્સટ્રીમ સિસ્ટર્સ સ્ટાર છે. જ્યાં તેમણે એક સાથે ટ્વિન્સની મા બનવાની ઈચ્છાનો ખુલાસો કર્યો. પણ તેઓ એ ભૂલી ગઈ છે કે, એક શખ્સ સાથે સંબંધ રાખવો તેમના હાથની વાત છે, પણ એક સાથે જોડીયા બાળકો પૈદા કરવા ફક્ત કુદરતના હાથની વાત છે.
તો વળી આના વિશે પુછવામાં આવતા કહ્યું કે, આ એક અઘરો ટાસ્ક છે. તો વળી બહેનોનું કહેવુ છે કે, અમે નાનપણથી લઈને અત્યાર સુધીમાં બધા જ કામ શેર કર્યા છે. તેથી અમે એકબીજા વિના રહી શકતા નથી. તેથી જ તો મંગેતર સાથે બેડ શેર કરી રહ્યા છીએ. જો કે, સગાઈ બાદ હજૂ સુધી લગ્ન કર્યા નથી. કારણ કે ઓસ્ટ્રેલિયામાં પોલીમોરી કાનૂન લાગૂ નથી. જે અંતર્ગત ત્રણ લોકો એક સાથે સંબંધમાં રહી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર