કોલકાતા : પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાના કારણે ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આ દૂર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય રકમને મંજૂરી આપી છે.
પશ્ચિમ બંગાળ આપદા પ્રબંધન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ બંગાળના ત્રણ જિલ્લામાં સોમવારે વીજળી પડવાથી ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે મુર્શિદાબાદ અને હુગલી જિલ્લામાં 9-9 લોકોના અને પૂર્વી મેદિનીપુરમાં 2 વ્યક્તિના વીજળી પડવાથી મોત થયા છે.
પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાથી મૃતકના પરિવારજનો અને સંબંધીઓને મારી સંવેદના. ઇજાગ્રસ્ત લોકો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું. ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું કે પશ્ચિમ બંગાળના વિભિન્ન ભાગમાં વીજળી પડવાથી લોકોના મોતની ઘટના ઘણી દુખદાયી છે. મૃતકોના પરિજનોને મારી સંવેદના. ઇજાગ્રસ્ત લોકો જલ્દીથી જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું. પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કરીને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના અલગ-અલગ ભાગમાં વીજળી પડવાથી મૃતકોના પરિવાર માટે પીએમએનઆરએફથી બે લાખ રૂપિયાની સહાય રાશિ આપવાની મંજૂરી આપી છે. ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર