એક્ટ્રેસની કાર પર દારૂડીયાઓ કર્યો હુમલો, લોકોએ મદદ ન કરી તો પોતે જ કરી ચપ્પલથી પીટાઈ

ચાહત ખન્ના તુરંત ગાડીમાંથી બહાર આવી અને પોલીસને ફોન કર્યો. આ સમયે આજુ બાજુ જોવા આવેલા લોકોએ તેની કોઈ મદદ ન કરી

ચાહત ખન્ના તુરંત ગાડીમાંથી બહાર આવી અને પોલીસને ફોન કર્યો. આ સમયે આજુ બાજુ જોવા આવેલા લોકોએ તેની કોઈ મદદ ન કરી

 • Share this:
  હોળીના દિવસે તોફાનીઓની હરકતો વિશે તો તમે સાંભળ્યું જ હશે, પરંતુ કેટલાક લોકો દારૂ પી હોળીના મસ્ત માહોલને કરાબ કરી દેતા હોય છે. આવા જ કેટલાક અસામાજિક તત્વોનો શિકાર એક એક્ટ્રેસ બની. હોળીના દિવસે તેને ઘણો ખરાબ અનુભવ કરવો પડ્યો. રિપોર્ટ્સ અનુસાર, હોળીના દિવસે જરૂરી કામ માટે બહાર નીકળેલી આ એક્ટ્રેસ પર 10-15 દારૂડીયાઓએ હુમલો કરી દીધો. આ લોકોએ ભેગા થઈ એવું તોફાન મચાવ્યું કે, એક્ટ્રેસ ગભરાઈ ગઈ પરંતુ તેણે નીડરતા પૂર્વક એકલા જ દારૂડિયાઓને એવો શબક શીખવ્યો કે, તે ક્યારે પણ નહી ભૂલે.

  હોળીના દિવસે આ ઘટના જાણીતી ટીવી એક્ટ્રેસ ચાહત ખન્ના સાથે થઈ. તે સાંજે 7 કલાક આસપાસ મલાડ પાસેથી પસાર થઈ રહી હતી. આ સમયે 10-15 દારૂડીયાઓએ ભેગા થઈ તેની કાર આગળ હંગામો શરૂ કરી દીધો. દારૂડીયાઓએ તેના ડ્રાઈવરને પણ માર માર્યો અને સ્ક્રીન શીલ્ડ પણ તોડી દીધો. આ સમયે ભેગા થયેલા લોકોને તેણે મદદ કરવાનું કહ્યું પરંતુ કોઈ તેની મદદ માટે આગળ ન આવ્યું.

  મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, ચાહત ખન્ના તુરંત ગાડીમાંથી બહાર આવી અને પોલીસને ફોન કર્યો. આ સમયે આજુ બાજુ જોવા આવેલા લોકોએ તેની કોઈ મદદ ન કરી. કોઈની મદદ ન મળતા ચાહત એકલી ગુંડાઓ સામે લડવા પહોંચી ગઈ. ત્યારબાદ એક્ટ્રેસે પોતાના ડ્રાઈવરને બચાવવા ચપ્પલ નીકાળી દારૂડીયાની પીટાઈ શરૂ કરી દીધી.

  ચાહત ખન્નાની પર્સનલ લાઈફની વાત કરીએ તો, તે ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છે. થોડા સમય પહેલા જ તેણે પોતાની માં ગુમાવી છે. જેનું દર્દ તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા શેર કર્યું હતું. આ બાજુ 2018માં જ તેના પતિ ફરહાન મિર્જા સાથે તલાક થયા છે. ચાહતે પતિ પર શારીરિક અને માનસિક હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. તે કબૂલ હે જેવા જાણીતા શોમાં પણ જોવા મળી ચુકી છે.
  Published by:kiran mehta
  First published: