Home /News /national-international /

કંગના રનૌતના નિવેદન અંગે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર બોલ્યા, ‘તે લાઇમલાઇટમાં રહેવા માટે એલફેલ બોલતી રહે છે’

કંગના રનૌતના નિવેદન અંગે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર બોલ્યા, ‘તે લાઇમલાઇટમાં રહેવા માટે એલફેલ બોલતી રહે છે’

કંગના રનૌતે મહાત્મા ગાંધી અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. (File pic)

Kangana Ranaut: તુષાર ગાંધી (Tushar Gandhi)એ News18ને જણાવ્યું કે કંગના માત્ર લાઇમલાઇટમાં રહેવાનું પસંદ કરે છે અને સમાચારોમાં ચમકવા માટે તે એલફેલ વાતો કરતી રહે છે.

  નવી દિલ્હી. બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતે (Kangana Ranaut) રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ને લઈને આપેલા વિવાદિત નિવેદન પર ઉગ્ર પ્રતિક્રિયા આવી રહી છે. હવે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી (Tushar Gandhi)એ પણ કંગના રનૌત પર શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે News18ને જણાવ્યું કે કંગના માત્ર લાઇમલાઇટમાં રહેવાનું પસંદ કરે છે અને સમાચારોમાં ચમકવા માટે તે એલફેલ વાતો કરતી રહે છે. તેમનું કહેવું છે કે, ‘મને નથી લાગતું કે આ અંગે અમને કંઈ કમેન્ટ કરવી જોઈએ. અમે તેને (કંગના) મોટું બનાવવા નથી માગતા.. નો કમેન્ટ.’

  જણાવી દઈએ કે અભિનેત્રી કંગના રનૌતે મંગળવારે એક નવા વિવાદને જન્મ આપતાં દાવો કર્યો હતો કે સુભાષ ચંદ્ર બોઝ અને ભગત સિંહને મહાત્મા ગાંધી તરફથી કોઈ સમર્થન નથી મળ્યું. તેણે મહાત્મા ગાંધીના અહિંસાના મંત્રની મજાક કરતા કહ્યું હતું કે બીજો ગાલ આગળ ધરીને ભીખ મળે છે, આઝાદી નહીં.

  કંગના રનૌતે ગયા અઠવાડિયે કહ્યું હતું કે 1947માં ભારતને આઝાદી નહીં, પણ ભીખ મળી હતી, અસલી સ્વતંત્રતા 2014માં મળી, જ્યારે નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી. રનૌતે ઇન્સ્ટાગ્રામ પર એક પછી એક કેટલીય પોસ્ટ મૂકીને મહાત્મા ગાંધીને નિશાન બનાવ્યા અને કહ્યું કે પોતાના નાયકોને સમજદારીથી પસંદ કરો.

  આ પણ વાંચો: Indigo ફ્લાઈટમાં કેન્દ્રીય મંત્રી કરાડે મુસાફરનો જીવ બચાવ્યો, પીએમ મોદીએ કહ્યું- ‘Great Gesture’

  અભિનેત્રીએ એક ન્યુઝપેપરના જૂના સમાચાર શેર કર્યા હતા જેની હેડલાઈન હતી, ‘ગાંધી, અન્ય નેતાજીને સોંપવા માટે સંમત થયા હતા.’ આ સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે ગાંધી, જવાહરલાલ નહેરુ અને મોહમ્મદ અલી ઝીણાની એક બ્રિટિશ ન્યાયાધીશ સાથે સંમતિ બની હતી કે જો બોઝ દેશમાં પ્રવેશ કરે છે તો તે એમને સોંપી દેશે.’

  કંગના રનૌતે સમાચારના કટિંગ સાથે લખ્યું કે, ‘તમે ગાંધીના પ્રશંસક છો અથવા નેતાજીના સમર્થક છો. તમે બંને એક સાથે નથી થઈ શકતા... પસંદ કરો અને નિર્ણય કરો.’ એક અન્ય પોસ્ટમાં રનૌતે દાવો કર્યો હતો કે જે લોકો આઝાદી માટે લડ્યા એમને આવા લોકોએ પોતાના માલિકોને સોંપી જેમની પાસે પોતાના જુલમીઓ સામે લડવાની હિંમત ન હતી અથવા જેમનું લોહી ઉકળતું ન હતું પરંતુ તેઓ ચાલાક અને સત્તા લાલચી હતા.

  આ પણ વાંચો: જો બાયડન અને કમલા હેરિસ વચ્ચે તિરાડના અહેવાલો, બાયડન લઈ શકે છે ચોંકાવનારો નિર્ણય

  આ પછી ગાંધીજી પર નિશાન સાધતા તેણે એટલે સુધી દાવો કર્યો હતો કે આ વાતના પુરાવા છે કે તેઓ ઇચ્છતા હતા કે ભગતસિંહને ફાંસી આપવામાં આવે. કંગનાએ કહ્યું હતું કે, 'આ એ જ લોકો છે જેમણે આપણને શીખવ્યું કે, જો કોઈ તમને થપ્પડ મારે તો બીજી થપ્પડ માટે બીજો ગાલ આગળ કરો અને આ રીતે તમને આઝાદી મળશે. આ રીતે કોઈને સ્વતંત્રતા મળતી નથી, આ રીતે ભીખ મળી શકે છે. તમારા હીરોને સમજદારીથી પસંદ કરો.’ અભિનેત્રીએ કહ્યું કે લોકો માટે તેમનો ઇતિહાસ અને તેમના હીરો વિશે જાણવાનો આ સમય છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Controversial statement, Kangana ranauat, Mahatma gandhi, Subhash chandra bose

  આગામી સમાચાર