સાઉદી પત્રકારની હત્યાઃ તુર્કી પ્રેસિડન્ટે કહ્યું સાઉદી રાજદૂતના ઘરેથી મળ્યા લાશના ટૂકડાં

News18 Gujarati
Updated: October 23, 2018, 9:56 PM IST
સાઉદી પત્રકારની હત્યાઃ તુર્કી પ્રેસિડન્ટે કહ્યું સાઉદી રાજદૂતના ઘરેથી મળ્યા લાશના ટૂકડાં

  • Share this:
અમેરિકાના ન્યૂઝપેપર વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર જમાલ ખશોગીના શબના ટૂકડાં ઇસ્તાંબુલ સ્થિત સાઉદી રાજદૂતના ઘરના બગીચામાંથી મળી આવ્યા છે. ખશોગીની 2 ઓક્ટોબરના રોજ ઇસ્તાંબુલ સ્થિત સાઉદી કોન્સ્યુલેટમાં હત્યા થઇ હતી. વળી, તુર્કીના પ્રેસિડન્ટ રેસેપ તય્યેપ અર્દોગને દાવો કર્યો છે કે, સાઉદીના લોકોએ ખશોગીની હત્યાનું કાવતરું 28 સપ્ટેમ્બરના રોજ ઘડ્યું હતું. ખશોગીનું મોત રાજકીય હત્યા છે.

તુર્કીના પ્રેસિડન્ટનું કહેવું છે કે, આ હત્યાને અંજામ આપવા માટે સાઉદીથી 15 સભ્યોની એક ટીમ 2 ઓક્ટોબરના રોજ જ ઇસ્તાંબુલ આવી હતી. એર્દોગને આ મામલાને રાજકીય હત્યા ગણાવી છે. તુર્કીમાં સંસદને સંબોધિત કરતા એર્દોગને કહ્યું કે, તુર્કીની સિક્યોરિટી સર્વિસની પાસે તેના પર્યાપ્ત પુરાવા પણ છે. ખશોગી તુર્કીમાં રહેતી પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા. આ માટે જરૂરી પેપર વર્ક કરવા માટે તેઓ 2 ઓક્ટોબરના રોજ ઇસ્તાંબુલ સ્થિત સાઉદી કોન્સ્યુલેટ ગયા હતા. ત્યારબાદ તેઓ ગુમ થઇ ગયા. 20 ઓક્ટોબરના રોજ સાઉદીની પૂછપરછ દરમિયાન ખશોગીની હત્યા થઇ હોવાની કબૂલાત કરી હતી.

તુર્કીના ન્યૂઝપેપર હુર્રિયત ડેલી ન્યૂઝ અનુસાર, એર્દોગને કહ્યું કે, ખશોગી સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની ટીકા કરતા હતા. આ કારણે તેઓની હત્યા થઇ. બીજાં દેશોએ પણ આ મામલાની તપાસમાં સામેલ થવું જોઇએ. તુર્કીના તપાસ અધિકારીઓએ જણાવ્યું કે, 28 સપ્ટેમ્બરના રોજ ખશોગી ઇસ્તાંબુલ પહોંચ્યા હતા અને સાઉદી કોન્સ્યુલેટ ગયા હતા. જ્યાં તેઓને 2 ઓક્ટોબરના રોજ આવવાનું કહ્યું હતું. પ્રેસિડન્ટ એર્દોગનનો દાવો છે કે, સાઉદીએ પત્રકારની હત્યાનું કાવતરું 28 સપ્ટેમ્બરના રોજ ઘડી લીધું હતું. તપાસ અધિકારીઓ અનુસાર, 1 ઓક્ટોબરના સાઉદીના ત્રણ નાગરિક ઇસ્તાંબુલ આવ્યા હતા. જ્યારે 2 ઓક્ટોબરના રોજ 15 લોકોનું અન્ય ગ્રુપ ઇસ્તાંબુલ આવ્યું અને સાઉદી કોન્સ્યુલેટ ગયું. તપાસમાં સામે આવ્યું છે કે, સાઉદીથી આવેલા નવા દળના કોન્સ્યુલેટમાં લાગેલા સિક્યોરિટી કેમરાની હાર્ડ ડિસ્ક કાઢી લેવામાં આવી હતી.

2 ઓક્ટોબરના રોજ બપોરના સમયે ખશોગી કોન્સ્યુલેટમાં ગયા અને ફરીથી જોવા મળ્યા નહીં, જ્યારે તેમની ફિયાન્સે કોન્સ્યુલેટની બહાર જ રાત્રે 1 વાગ્યા સુધી રાહ જોતી રહી. જો કે, સાઉદી અરેબિયાના અધિકારીઓ પત્રકાર વિશે જાણકારી હોવા અંગે સતત ઇનકાર કરતા રહ્યા. એર્દોગને કહ્યું, મેં 14 ઓક્ટોબરના રોજ સાઉદી કિંગ સલમાનને તપાસ માટે સંયુક્ત ટીમ બનાવવાનું કહ્યું, જેથી અમારાં અધિકારીઓ એમ્બેસીની અંદર જઇ શકે. 17 દિવસ બાદ સાઉદી અરેબિયાએ કબૂલાત કરી કે કોન્સ્યુલેટમાં ખશોગીની હત્યા થઇ હતી. તુર્કીના પ્રેસિડન્ટ અનુસાર, અમે હત્યામાં સામેલ સાઉદીના 18 સભ્યોની ટીમ અંગે ખુલાસો કર્યો હતો. આ લોકોની સાઉદીમાં ધરપકડ કરી દેવામાં આવી છે. પુરાવાઓ પરથી જાણકારી મળી છે કે, ખશોગીને ક્રૂરતાથી મારી નાખવામાં આવ્યા.
First published: October 23, 2018, 9:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading