Home /News /national-international /તુર્કીનાં ઉપદેશકને 8658 વર્ષની સજા, ટૂંકા કપડાં પહેરતી સુંદર હસીનાઓથી ઘેરાયેલ રહેવાનો ગુનો

તુર્કીનાં ઉપદેશકને 8658 વર્ષની સજા, ટૂંકા કપડાં પહેરતી સુંદર હસીનાઓથી ઘેરાયેલ રહેવાનો ગુનો

અદનાન ઓકતાર

Adnan Oktar: અદનાન ઓકતાર નામના એક ટર્કિશ ટીવી એન્કરને ઘણો બધો મેક-અપ કરીને ટૂંકા કપડાં પહેરેલી મહિલાઓ આસપાસ રાખવા બદલ હજારો વર્ષોની સજા કરવામાં આવી.

    TV Anchor Adnan Oktar: ઈસ્તંબુલની એક અદાલતે (Istanbul Court) બુધવારે એક મુસ્લિમ ટેલિવિઝન ઉપદેશક અદનાન ઓક્ટરને 8,658 વર્ષની જેલની સજા (turkey capital istanbul TV preacher gets 8658 year jail) સંભળાવી છે. તે ટૂંકા કપડાં પહેરેલી અને વધારે મેકઅપ કરેલી મહિલા એન્કરોથી ઘેરાયેલો હતો અને તે બધાને "Kittens" કહેતો રહેતો હતો. આ પહેલા પણ તેને હજારો વર્ષની જેલની સજા થઈ ચૂકી છે.

    તુર્કીના સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, અદનાન ઓક્તર પર સર્જનવાદ અને રૂઢિચુસ્ત મૂલ્યોનો પ્રચાર કરવાનો આરોપ છે અને તેની આસપાસ ઘણો બધો મેક-અપ કરીને ટૂંકા કપડાં પહેરેલી મહિલાઓ રહેતી હતી અને અગ્રણી ટેલિવિઝન કાર્યક્રમોનું હોસ્ટિંગ કરતો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઉપદેશક પરંપરા અને રૂઢિચુસ્ત વિચારો પર 'જ્ઞાન' આપતો હતો, તેમ છતાં તેની આસપાસની મહિલાઓ ટૂંકા વસ્ત્રોમાં, જેમ કે શોર્ટ્સ વગેરેમાં જોવા મળતી હતી.

    અગાઉ થઇ હતી 1075 વર્ષની સજા

    ગત વર્ષે 66 વર્ષીય ઓક્તરને યૌન શોષણ, સગીર સાથે યૌન શોષણ, છેતરપિંડી અને રાજકીય અને સૈન્ય જાસૂસીના પ્રયાસ સહિત અનેક મોટા અપરાધો માટે 1075 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. પરંતુ તે નિર્ણયને ઉચ્ચ અદાલતે નકારી દીધો હતો.

    આ પણ વાંચો: ગર્ભાશય કઢાવવા ગઇ'તી, ડોક્ટરે કિડની પણ કાઢી લીધી, હવે એની મને આપી દો: મહિલા

    8,658 વર્ષની જેલની સજા ફટકારી

    અનાડોલુ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, તેની સામેના આરોપોની ફરીથી સુનાવણી દરમિયાન ઇસ્તંબુલ હાઇકોર્ટ ક્રિમિનલ કોર્ટે ઓક્ટરને જાતીય શોષણ અને કોઈને તેમની સ્વતંત્રતાથી વંચિત રાખવા સહિતના અનેક આરોપો હેઠળ 8,658 વર્ષની જેલની સજા ફટકારી હતી. એજન્સીએ જણાવ્યું હતું કે, કોર્ટે અન્ય 10 શકમંદોને પણ 8,658 વર્ષની જેલની સજા ફટકારી હતી.

    ઓક્ટર, જેને આલોચકો સંપ્રદાયના નેતા તરીકે જુએ છે, તેને ઓનલાઇન એ9 ટેલિવિઝન ચેનલ પરના તેમના કાર્યક્રમો માટે અનેક ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો અને તુર્કીના ઘણા ધાર્મિક નેતાઓએ તેની નિંદા કરી હતી. તેના સમગ્ર ગ્રુપ પર એક મોટી કાર્યવાહીમાં તેને 2018માં ઇસ્તંબુલ પોલીસના ફાઇનાન્સિયલ ક્રાઇમ યુનિટ દ્વારા તપાસ બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ઓક્તાર અને તેના સાથીઓ સામેની સુનાવણીમાં પ્રથમ ચુકાદો જાન્યુઆરી 2021માં આપવામાં આવ્યો હતો. જો કે, અપીલ કોર્ટે આ નિર્ણયને રદબાતલ ઠરાવીને પુનઃસુનાવણીનો આદેશ આપ્યો હતો. કોર્ટના આ નિર્ણયને કારણે 68 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. જો કે આ કેસમાં ફરીથી સુનાવણીમાં તેમને સજા સંભળાવવામાં આવી છે. આ વર્ષે હવે તેને 8,658 વર્ષની સજા ફટકારવામાં આવી છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Crime news, Talibani punishment, Turkey, Verdict, World news

    विज्ञापन
    विज्ञापन