Home /News /national-international /Turkey Syria Earthquake : PM મોદીની અનુકંપા, તુર્કીના ખરાબ સમયમાં પડખે ઊભુ રહેશે ભારત, કહ્યું 140 કરોડ લોકો સાથે છે

Turkey Syria Earthquake : PM મોદીની અનુકંપા, તુર્કીના ખરાબ સમયમાં પડખે ઊભુ રહેશે ભારત, કહ્યું 140 કરોડ લોકો સાથે છે

pm modi india helps turkey

PM MODI ON TURKEY: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપના સાક્ષી છીએ. ભારતના 140 કરોડ લોકોની સંવેદના તમામ ભૂકંપ પ્રભાવિત લોકો સાથે છે. 

Turkey Syria Earthquake: તુર્કી અને સીરિયામાં સોમવારે વહેલી સવારે આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપના કારણે તબાહીનું ભયાનક દ્રશ્ય ઊભું થઇ ગયું છે. તુર્કી-સીરિયાના ભૂકંપને કારણે અત્યાર સુધીમાં તુર્કીમાં 300 અને સીરિયામાં 320 લોકોના મોત થયા છે. હાલમાં બચાવ અને રાહત કાર્ય મોટા પાયે કરવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. ઘણા લોકો હજુ પણ ગુમ છે, સેંકડો લોકો ઘાયલ થયા છે. તો સાથે ભૂકંપની તબાહીનો સામનો કરી રહેલા તુર્કી અને સીરિયાને મદદ કરવા માટે ભારતે હવે મદદનો હાથ લંબાવ્યો છે. સોમવારે વડાપ્રધાનના કાર્યાલયની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં તુર્કીને મદદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. NDRF અને તબીબી ટીમોને તુર્કી સરકાર સાથે સંકલન કરીને રાહત સામગ્રી સાથે મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે.

100 કર્મચારીઓની બનેલી બે NDRF ટીમો સ્પેશિયલ રેસ્ક્યુ ટીમમાં ટ્રેઇન્ડ ડોગ સ્ક્વોડ અને જરૂરી સાધનો સાથે ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં જવા માટે તૈયાર છે. તબીબી ટીમો પણ જરૂરી દવાઓ સાથે પ્રશિક્ષિત ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફ સાથે રવાના થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે આપણે બધા તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપના સાક્ષી છીએ. તુર્કીની નજીકના દેશોમાં નુકસાન થવાની સંભાવના છે. ભારતના 140 કરોડ લોકોની સંવેદના તમામ ભૂકંપ પ્રભાવિત લોકો સાથે છે. આ સિવાય પીએમ મોદીએ કહ્યું કે ભારત ભૂકંપ પ્રભાવિત લોકોને તમામ શક્ય મદદ કરવા તૈયાર છે. જેમાં મેડિકલ અને રેસક્યુ સહિતની તમામ મદદ આપવામાં આવશે.

આ પણ વાંચો: Turkey Earthquake : તુર્કી પર કુદરતનો કહેર, ભૂકંપનો બીજો ઝટકો અનુભવાયો, 1300ના મોત, 5000 ઇજાગ્રસ્ત

રશિયાએ પણ મદદની ઓફર કરી


 તો બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સીરિયા અને તુર્કીમાં સોમવારે આવેલા વિનાશક ભૂકંપ બાદ મદદની ઓફર કરી છે.  બંને દેશોમાં 700  થી વધુ લોકોના મોત થયા છે. હજારો ઘાયલ થયા છે. સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ સાથે રશિયાના ગાઢ સંબંધો છે. ત્યાં રશિયન સેનાની હાજરી છે. પુતિનના તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગન સાથે પણ મજબૂત સંબંધો છે.

" isDesktop="true" id="1333702" >

તુર્કીના સંરક્ષણ મંત્રાલયે દક્ષિણ તુર્કીમાં તીવ્ર ભૂકંપથી પ્રભાવિત વિસ્તારોમાં પહોંચવા માટે એરફોર્સ માટે એક એર કોરિડોર બનાવ્યો છે જેથી શક્ય તેટલી વહેલી તકે બચાવ ટીમો પહોંચી શકે. તુર્કી એરફોર્સે તેના વિમાનોને તબીબી ટીમો, શોધ અને બચાવ ટીમો અને તેમના વાહનોને ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં મોકલવા માટે એકત્ર કર્યા છે. ટૂંકમાં દુનિયા આખી આ આફતમાં તુર્કીની મદદે ઊભા રહેવાનો પ્રયાસ કરી રહી છે.
First published:

Tags: Earthquakes, Indians, PM Modi પીએમ મોદી, તુર્કી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો