Home /News /national-international /Earthquake News: ભારતમાં તુર્કી જેવો ભયાનક ભૂકંપ નહીં આવે, જાણો વિશેષજ્ઞએ આ વિશે શું કહ્યું...

Earthquake News: ભારતમાં તુર્કી જેવો ભયાનક ભૂકંપ નહીં આવે, જાણો વિશેષજ્ઞએ આ વિશે શું કહ્યું...

ફાઇલ તસવીર

Earthquake News: તુર્કી અને સીરિયામાં ભૂકંપને કારણે 28000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે, તુર્કીમાં આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે દેશ 10 ફૂટ ખસી ગયો છે. આ ભૂકંપ પછી લોકોના મનમાં એક સવાલ પણ ઉઠી રહ્યો છે કે, જો ભારતમાં પણ આવો જ જોરદાર ભૂકંપ આવે તો શું થશે? જાણો આ આશંકાઓ પર નિષ્ણાતનો અભિપ્રાય...

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ તુર્કી અને સીરિયામાં સોમવારે આવેલા 7.8ની તીવ્રતાના વિનાશક ભૂકંપે ભારે તબાહી મચાવી છે. ત્યારે હાલ ભૂકંપનો મૃત્યુઆંક 28,000ને વટાવી ગયો છે. આ તીવ્ર ભૂકંપ બાદ લોકોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે, જો ભારતમાં પણ આવો જ જોરદાર ભૂકંપ આવે તો શું થશે… જો કે, નિષ્ણાતો આવી આશંકાઓને નકારી રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે, તાજેતરના સમયમાં ભારતમાં આવેલા નાના આંચકા ટેક્ટોનિક દબાણ ઘટાડીને ભારતને વિનાશક ભૂકંપથી બચાવવામાં મદદ કરી રહ્યા છે.

આ સાથે નિષ્ણાતોએ વધુમાં જણાવ્યુ હતુ કે, દેશમાં અસરકારક કાર્યવાહી અને કટોકટીની સ્થિતિને સંભાળવા તરફ એક નમૂનારૂપ પરિવર્તન જોવા મળ્યું છે. તેમણે કહ્યું કે, ભારત મોટા પાયે ધરતીકંપનો સામનો કરવા માટે સારી રીતે તૈયાર છે. કારણ કે તેની પાસે રાષ્ટ્રીય આપત્તિ રાહત દળ (NDRF)ના રૂપમાં સમર્પિત અને પ્રશિક્ષિત બળ છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં 1600 રૂપિયા કિલો ચાની ભૂકી અને ચિકન તો...

‘ભારતને નાના આંચકા મદદ કરે છે’


નિષ્ણાતોએ કહ્યું છે કે, જો લોકો અને સંસ્થાઓ મજબૂત ઈમારતો બનાવવા માટે નિયમોનું ચુસ્તપણે પાલન કરે તો મોટા પાયે ધરતીકંપની અસર ઘટાડી શકાય છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના ડાયરેક્ટર ઓપી મિશ્રાએ જણાવ્યુ હતુ કે, ‘પાકિસ્તાનની સરહદ નજીક ભારતની પશ્ચિમ બાજુએ ટ્રિપલ જંકશન વારંવાર માઇક્રો-લેવલ ધરતીકંપને કારણે દબાણમાં સતત ઘટાડો કરી રહ્યું છે. અહીં ચાર અને પાંચની તીવ્રતાના કેટલાક ભૂકંપ પણ આવ્યા છે.’

‘ટ્રિપલ જંકશન’ ત્રણ ટેક્ટોનિક પ્લેટની સીમાઓનું મિલન બિંદુ છે. આ ભૂસ્તરશાસ્ત્રીય પ્રવૃત્તિમાં મહત્વપૂર્ણ વિસ્તારો છે. સિસ્મિક અને જ્વાળામુખીની પ્રવૃત્તિના મહત્વપૂર્ણ સ્થળો હોઈ શકે છે. આ પ્લેટોની હિલચાલ પૃથ્વીની ઉપરની સપાટી પર દબાણ બનાવી શકે છે, જે ભૂકંપના સ્વરૂપમાં દેખાઈ શકે છે.

આ પણ વાંચોઃ તુર્કીમાં 147 કલાક પછી કાટમાળમાંથી 10 વર્ષીય દીકરી જીવતી મળી

મિશ્રાએ કહ્યુ હતુ કે, તુર્કીમાં બે ટ્રિપલ જંકશન છે. આ પ્રદેશમાં કોઈ નાના ભૂકંપ ન હોવાથી ત્યાં ઘણું દબાણ એકઠું થયું હતું. ભારત ધરતીકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ પ્રદેશ છે, પરંતુ આપણે ભાગ્યશાળી છીએ કે આપણી પાસે દરરોજ ઘણા નાના ધરતીકંપ આવે છે, તેથી સંગ્રહિત ઊર્જા છૂટી જાય છે.

‘ભારતનો 59% ભૂકંપ માટે સંવેદનશીલ છે’


નિષ્ણાતોના મતે ભૂકંપ દરમિયાન ઇમારતને થતા નુકસાનને ઘટાડવામાં તેની રેઝોનન્ટ ફ્રિક્વન્સી મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ઇમારતોમાં કંપનની કુદરતી ફ્રિક્વન્સી હોય છે તેને ‘ફ્રિક્વન્સી’ કહેવાય છે. તે તેમના સમૂહ, જડતા અને આકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. ધરતીકંપ પર આધાર રાખીને જમીનની પ્રવૃત્તિ આ કુદરતી ફ્રિક્વન્સિઝને વિસ્તૃત કરી શકે છે. તેને કારણે ઇમારત પોતાના આવર્તન પર વાઇબ્રેટ થાય છે.


પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અનુસાર, ભારતની 59 ટકા જમીન ભૂકંપ માટે સંવેદનશીલ છે. મિશ્રાએ કહ્યુ હતુ કે, મંત્રાલય સિસ્મિક માઇક્રોઝોનેશન અભ્યાસ દ્વારા દેશના સિસ્મિક હેઝાર્ડ ઝોનેશન મેપને એકીકૃત કરી રહ્યું છે. હાલમાં પાંચ લાખ અને તેથી વધુ વસ્તી ધરાવતા 30 શહેરો સિસ્મિક ઝોન ત્રણ, ચાર અને પાંચમાં છે અને આ પ્રોજેક્ટ હેઠળ આવે છે. તેમણે કહ્યુ હતુ કે, દરેક રાજ્યની પોતાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ છે. તેમણે કહ્યું કે, અસરકારક પ્રતિસાદ અને શમન તરફ એક દાખલો બદલાયો છે. આવી કટોકટીનો સામનો કરવા માટે દેશ સારી રીતે તૈયાર છે.
First published:

Tags: Earthquakes, Turkey, ભારત