પત્રકાર ખશોગી હત્યાઃ સાઉદી અરેબિયાને ખબર છે મર્ડર કોણે કર્યુંઃ તુર્કીનો દાવો

2 ઓક્ટોબરે તુર્કીના ઇસ્તાંબુલ સ્થિત સાઉદી અરેબિયાના દૂતાવાસમાં પત્રકાર ખશોગીની હત્યા કરવામાં આવી હતી.

2 ઓક્ટોબરે તુર્કીના ઇસ્તાંબુલ સ્થિત સાઉદી અરેબિયાના દૂતાવાસમાં પત્રકાર ખશોગીની હત્યા કરવામાં આવી હતી.

 • Share this:
  તુર્કીમાં સાઉદી પત્રકાર ખશોગીની હત્યાનો મામલો વધુ ગરમાયો છે, હત્યા થઇ ત્યારથી તુર્કી સતત સાઉદી સરકારને જવાબદાર ઠેરવી રહી છે, ફરી એકવાર તુર્કી સરકારે દાવો કર્યો કે પત્રકાર ખશોગીની હત્યા કોણે કરી છે તે સાઉદી સરકારને ખબર છે, સાથે એમ પણ જણાવ્યું કે મૃતક પત્રકાર ખશોગી સાઉદી રોયલ પરિવારના વિરોધી હતા.

  આ પણ વાંચો વિશ્વના બળવાખોર મ્યુઝિક બેન્ડ્સઃ સંગીતથી લોકોને લઈ જાય છે જ્ઞાનમય જીવન તરફ

  2 ઓક્ટોબરે તુર્કીના ઇસ્તાંબુલ સ્થિત સાઉદી અરેબિયાના દૂતાવાસમાં પત્રકાર ખશોગીની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદથી તુર્કી સરકાર આ હત્યા પાછળ સાઉદી અરેબિયા સરકાર જવાબદાર હોવાનું કહી રહી છે, આ અંગે તુર્કીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પત્રકાર ખશોગીની હત્યા સાથે જોડાયેલા પૂરાવા જેમ કે રેકોર્ડિંગ અમેરિકા, બ્રિટન અને સાઉદી સરકારને આપ્યા છે.

  તુર્કીના પ્રેસિડન્ટ અર્દોઆને શનિવારે ટેલિવિઝન પર પ્રસારિત એક ભાષણમાં કહ્યું કે, અમે સાઉદી અરેબિયા, વોશિંગ્ટન, જર્મની, ફ્રાન્સ અને ઇંગ્લેન્ડને રેકોર્ડિંગ આપી દીધું છે. પ્રેસિડન્ટે કહ્યું કે, તેઓએ એ વાર્તાલાપ સાંભળ્યો જે અહીં થયો, તેઓ આ જાણે છે. જો કે, કોઇ અન્ય દેશે અત્યાર સુધી એવું નથી કહ્યું કે, તેઓએ રેકોર્ડિંગ સાંભળ્યું છે. બીજી તરફ, ખશોગીની ફિયાન્સી હતીજે જેંગ્ગિઝે વિશ્વના નેતાઓને અપીલ કરી છે કે, દોષિતોને ન્યાયના ઘેરાવામાં લાવવામાં આવે.

  તો બીજી બાજુ સતત તુર્કીના આરોપ બાદ સાઉદી સરકારની ચારેબાજુ ટીકાઓ થઇ રહી છે, ટીકાઓ બાદ સાઉદી સરકારે સ્વીકાર્યું કે પત્રકાર ખશોગીની હત્યા તેમના દૂતાવાસમાં થઇ છે, જો કે તેઓએ આ હત્યાકાંડમાં શાહી પરિવારના કોઇ પણ વ્યક્તિની ભૂમિકા હોવાના દાવાને ખોટો ઠેરવ્યો હતો. આ પહેલાં સાઉદી અરેબિયાએ દાવો કર્યો હતો કે, ખશોગી એમ્બેસીમાંથી સુરક્ષિત બહાર નિકળી ગયા હતા. તુર્કીએ ખશોગીની હત્યા માટે સાર્વજનિક રીતે સાઉદી અરેબિયાને દોષી નથી ગણાવ્યા.
  Published by:Sanjay Vaghela
  First published: