Home /News /national-international /ભારત માટે માત્ર એક જ શબ્દ - 'મિત્ર'... ભૂકંપ પ્રભાવિત તુર્કીએ આ રીતે માન્યો આભાર

ભારત માટે માત્ર એક જ શબ્દ - 'મિત્ર'... ભૂકંપ પ્રભાવિત તુર્કીએ આ રીતે માન્યો આભાર

તુર્કીએ માન્યો આભાર

Turkey Earthquake News: ભારતમાં તુર્કીના રાજદૂત ફિરત સુનેલે News18 સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે, 'ભારત માટે મારો એક જ શબ્દ છે, દોસ્ત... દોસ્ત એકબીજાને મદદ કરે છે અને અહીં ભારતે તુર્કીને મદદ કરી છે. જો તમે કોઈને મિત્ર માનો છો, તો હંમેશા આવું થતું હોય છે.'

વધુ જુઓ ...
નવી દિલ્હી: સોમવારે વહેલી સવારે તુર્કી અને સીરિયામાં આવેલા 7.8ની તીવ્રતાના વિનાશક ભૂકંપે બંને દેશોમાં ભારે તબાહી મચાવી છે. આ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 5100થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 21000થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપથી પ્રભાવિત લોકોની મદદ માટે ભારતે બે વિમાનો દ્વારા રાહત સામગ્રી અને તબીબી ટીમ મોકલી છે.

કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધવા માટે ભારતે તુર્કીમાં ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં વિવિધ ઉપકરણો પણ મોકલ્યા છે. ભારત દ્વારા મોકલવામાં આવેલ શોધ અને બચાવ કર્મચારીઓનું એક જૂથ, ખાસ પ્રશિક્ષિત ડોગ સ્ક્વોડ, ડ્રિલ મશીન, રાહત સામગ્રી અને દવાઓ સાથે એડન, તુર્કીમાં ઉતર્યા છે. ભારત તરફથી તરત જ મોકલવામાં આવેલી આ મદદ માટે તુર્કીએ આભાર માન્યો છે.

આ પણ વાંચો: કાટમાળ નીચે દટાયેલી મહિલાએ આપ્યો બાળકને જન્મ, વીડિયો વાયરલ

ભારતમાં તુર્કીના રાજદૂત ફિરત સુનેલે News18 સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે, 'હું ખૂબ જ ખુશ છું, કે ભૂકંપના કલાકોમાં જ ભારતે આ સંકટમાં મદદ માટે તાત્કાલિક પગલાં લીધા અને બચાવ ટીમને તુર્કી મોકલવાનો નિર્ણય કર્યો છે. હવે આપણે તુર્કીમાં ભારતીય ટીમ જોઈ શકીએ છીએ, જે ત્યાં બચાવ કાર્યમાં મદદ કરી રહી છે.

ભારતને મિત્ર ગણાવતા તુર્કીના રાજદૂતે કહ્યું કે, 'ભારત માટે મારો એક જ શબ્દ છે, દોસ્ત... મિત્રો એકબીજાને મદદ કરે છે અને અહીં ભારતે તુર્કીને મદદ કરી છે. જો તમે કોઈને મિત્ર માનો છો, તો હંમેશા આવું થાય છે. અમે મિત્રો છીએ, તેથી અમે એકબીજાને મદદ કરીએ છીએ.

આ પણ વાંચો: તુર્કીના ભૂકંપથી ઈમોશનલ થયા પીએમ મોદી, કહ્યું, 'અમે પણ કચ્છમાં આવું સહન કર્યુ છે'

ફિરત સુનેલે કહ્યું કે, 'આ મામલે ભારતની મદદ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ભૂકંપ પછીનો પ્રારંભિક સમય સર્ચ ઓપરેશન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ મામલે ભારતની પ્રતિક્રિયા ખૂબ જ ઝડપી હતી.'

તુર્કીની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપતાં તેમણે કહ્યું કે, 'પહેલા 7.7 અને પછી 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં 300થી વધુ આફ્ટરશોક્સ આવ્યા છે. તેમણે કહ્યું કે, આ દુર્ઘટનામાં 21 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે અને આ વિસ્તારના ત્રણ એરપોર્ટને પણ નુકસાન થયું છે. આ સાથે તેમણે કહ્યું કે, આ પરિસ્થિતિનો સામનો કરવો સરળ નથી. 14 હજારથી વધુ અધિકારીઓ અને 5 હજારથી વધુ લશ્કરી જવાનો રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે.
First published:

Tags: Earthquakes, Turkey, તુર્કી, દેશવિદેશ