Home /News /national-international /Earthquake: તુર્કી અને સીરિયામાં વિનાશક ભૂકંપ, 250થી વધારે લોકોના મોત, આંકડો વધે તેવી શક્યતા

Earthquake: તુર્કી અને સીરિયામાં વિનાશક ભૂકંપ, 250થી વધારે લોકોના મોત, આંકડો વધે તેવી શક્યતા

turkey earthquake

તુર્કીમાં આવેલા ભીષણ ભૂકંપથી અત્યાર સુધીમાં 53 લોકોના મોત થઈ ચુક્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, માલત્યામાં 23 લોકોના મોત થયા છે અને 420 લોકો ઘાયલ થયા છે.

ઈસ્તાંબુલ: તુર્કી (Turkey) અને સીરિયા (Syria)માં 7.8ની તીવ્રતાનો ભીષણ ભૂકંપ (Earthquake)ના બે ઝટકા અનુભવાયા હતા, જેને લઈને તબાહી આવી છે. તુર્કીમાં ભૂકંપથી અત્યાર સુધીમાં 53, તો સીરિયામાં 42 લોકોના મોત થઈ ગયા છે. મોટા પાયે હાલમાં ત્યાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યા છે. મોતના આંકડા વધવાનું અનુમાન છે. સૈકડો લોકો ઘાયલ થયા છે. બંને દેશોમાં ન જાણે કેટલીય ઈમારતો જમીનદોસ્ત થઈ છે. જેના કાટમાળમાં અનેક લોકો ફસાયા છે. આ બાજૂ ઈટલીમાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભૂકંપે દક્ષિણ તુર્કીના ગજિએનટેપ શહેરને હચમચાવી નાખ્યું છે.







તુર્કીમાં આવેલા ભીષણ ભૂકંપથી અત્યાર સુધીમાં 53 લોકોના મોત થઈ ચુક્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, માલત્યામાં 23 લોકોના મોત થયા છે અને 420 લોકો ઘાયલ થયા છે. સેંલિર્ફામાં 17 લોકોના મોત થયા છે અને 67 લોકો ઘાયલ થયા છે. જ્યારે ઉસ્માનિયામાં 7 લોકોના મોત થયા છે. દિયારબકીરમાં 6 લોકોના મોત થયા છે અને 79 લોકો ઘાયલ થયા છે.





યૂનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ સોમવારે કહ્યું કે, દક્ષિણી તુર્કીમાં 7.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપ જમીનથી લગભગ 24.1 કિમી ઊંડાઈ પર આવ્યો હતો. તેનું કેન્દ્ર તુર્કીના ગાજિયાંટેપ પ્રાંતના નૂરદાગીથી 23 કિમી પૂર્વમાં છે. યૂએસજીએસે કહ્યુ કે, મધ્ય તુર્કીમાં આ ભૂકંપ આવ્યા બાદ મોટા ઝટકા અનુભવાયા હતા. પહેલો ભૂકંપ 11 મિનિટ બાદ 9.9 કિમી ઊંડાઈમાં 6.7 તીવ્રતાનો આવ્યો હતો.
First published:

Tags: Earthquakes

विज्ञापन