Home /News /national-international /VIDEO: તુર્કીમાં આવેલા ભયાનક ભૂકંપના હચમચાવી નાખતા દ્રશ્યો, જિંદગી અને મોત વચ્ચેની મથામણ

VIDEO: તુર્કીમાં આવેલા ભયાનક ભૂકંપના હચમચાવી નાખતા દ્રશ્યો, જિંદગી અને મોત વચ્ચેની મથામણ

Turkey earthquake 2023:

સોશિયલ મીડિયા પર આવી રીતના કેટલાય વીડિયો છે, જેમાં લોકો કાટમાળને હટાવીને તેમને બહાર કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આવી જ રીતે અન્ય કેટલાય અન્ય વીડિયો છે, જે દર્શાવે છે કે, હાલમાં પણ કેટલીય જિંદગીએ પોતાના માટે મદદની રાહ જોઈ રહ્યા છે.

તુર્કીમાં ભયાનક ભૂકંપે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. ગત સોમવારે સવારે આવેલા ભૂકંપે લોકોને બચવાનો મોકો પણ નથી આપ્યો. જ્યારે ભૂકંપ આવ્યો તો, લોકો ગાઢ ઊંઘમાં હતા. તેમને જરાં પણ વિચાર્યું નહોતું કે, ભૂકંપ આવશે અને તેઓ ક્યારેય ઉઠી શકશે નહીં. તુર્કીમાં સોમવારે થોડી થોડી વારે ભૂકંપના આંચકા આવી રહ્યા હતા. લોકો રસ્તા પર ડરીને ભાગી રહ્યા હતા. સૌ કોઈને પોતાના જીવનની પડી હતી. સગા સંબંધીઓની ચિંતામાં ભાગી રહ્યા હતા. એક પછી એક ઈમારતો પડી રહી હતી. સત્તાવાર આંકડાનું માનીએ તો, ભૂકંપે અત્યાર સુધીમાં 5000 જિંદગીઓ છીનવી લીધી છે. પણ હજુ પણ લોકોને આશા છે કે, આ કાટમાળમાં અનેક જિંદગી શ્વાસ લઈ રહી છે. જે મદદ માગી રહી છે.

સોશિયલ મીડિયા પર આવી રીતના કેટલાય વીડિયો છે, જેમાં લોકો કાટમાળને હટાવીને તેમને બહાર કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આવી જ રીતે અન્ય કેટલાય અન્ય વીડિયો છે, જે દર્શાવે છે કે, હાલમાં પણ કેટલીય જિંદગીએ પોતાના માટે મદદની રાહ જોઈ રહ્યા છે.



એક વીડિયોમાં નાની બિલાડીને કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે.બિલાડીનો પાછળનો ભાગ કાટમાળમાં દબાયેલો છે. તેને હટાવીને બિલાડીને કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. 31 કલાકમાં કાટમાળમાં દબાયેલી રહી. હાલમાં તે નવ વર્ષની છે. મોટી મુશ્કેલીથી તેને કાટમાળમાંથી હટાવીને બહાર કાઢવામાં આવી.



રેસ્ક્યૂ ટીમે ત્રણ વર્ષના એક બાળકને બહાર કાઢવામાં આવ્યો. કેવી રીતે ટીમના સભ્યોએ કાટમાળમાં ઘુસીને આ બાળકીને બહાર કાઢી, તે ઠંડીથી ધ્રુજી રહી હતી.

આવી જ રીતે કાટમાળમાં દબાયેલ બાળક પોતાની મદદની રાહ જોઈ રહ્યા છે. કાટમાળ તેના પર પડવાથી તે જરાં પણ હલી શકતા નથી.



ભૂકંપ આવ્યાના એક દિવસ બાદ ઈમારતમાંથી કાટમાળમાંથી બાળકી અને તેની માતાને બચાવી લેવામાં આવી છે.
First published:

Tags: Earthquakes, Turkey

विज्ञापन