Home /News /national-international /Earthquakes: તુર્કીમાં ભયાનક ભૂકંપ: રિક્ટર સ્કેલ પર 7.8ની તીવ્રતા નોંધાઈ, મોટી તબાહીની આશંકા

Earthquakes: તુર્કીમાં ભયાનક ભૂકંપ: રિક્ટર સ્કેલ પર 7.8ની તીવ્રતા નોંધાઈ, મોટી તબાહીની આશંકા

તુર્કીમાં ભયંકર ભૂકંપ

તુર્કીમાં 7.8 તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો છે. જ્યાં મોટી તબાહીની આશંકા જતાઈ રહી છે. તુર્કીમાં આ ભૂકંપ ગાજિયાટેપની નજીક આવ્યો છે. આ શક્તિશાળી ભૂકંપના કારણે મોટી તબાહી હોવાના સમાચાર આવી રહ્યા છે. તુર્કીની સાથે જ સીરિયામાં પણ આ ભૂકંપની તબાહી થઈ છે.

વધુ જુઓ ...
ઈસ્તાંબુલ: તુર્કીમાં 7.8 તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો છે. જ્યાં મોટી તબાહીની આશંકા જતાઈ રહી છે. તુર્કીમાં આ ભૂકંપ ગાજિયાટેપની નજીક આવ્યો છે. આ શક્તિશાળી ભૂકંપના કારણે મોટી તબાહી હોવાના સમાચાર આવી રહ્યા છે. તુર્કીની સાથે જ સીરિયામાં પણ આ ભૂકંપની તબાહી થઈ છે.



તુર્કીમાં રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. કેટલીય એજન્સીના લોકો બચાવામાં લાગી ગયા છે. ઘણી ઈમારતો જમીનદોસ્ત થઈ છે. તેની અંદર અસંખ્ય લોકો ફસાયા હોવાનું કહેવાય છે. આ ઉપરાંત ઈઝરાયલ, ફિલિસ્તાન, સાઈપ્રસ, લેબનાન, ઈરાકમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા છે. તુર્કી-ઈરાન સરહદ પર આ ભૂકંપ આવ્યો હતો. જેની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9ની આંકવામાં આવી છે. સોશિયલ મીડિયા પર જેવી રીતે પોસ્ટ કરવામાં આવી રહ્યા છે, તે હેરાન કરનારા છે. લોકો અહીં તહીં ભાગી રહ્યા છે. મોટી મોટી ઈમારતો જમીનદોસ્ત થઈ છે.











મોટા મોટા માઈકોથી અનાઉંસ થઈ રહ્યું છે કે, લોકો પોતાના ઘર છોડીને ખુલ્લા ઓપન એરિયા તરફ આવી જાય. લોકો અહીં તહીં ભાગી રહ્યા છે. કાટમાળ પડી રહ્યો છે. ભૂકંપ એટલો ભંયકર હતો કે, લોકોને બચવાનો મોકો નથી મળ્યો. રિક્ટર સ્કેલમાં 7થી ઉપર ભૂકંપ ખૂબ જ ભયંકર માનવામાં આવે છે.
First published:

Tags: Earthquakes, Turkey

विज्ञापन