રનવેથી લપસતાં પ્લેનના 3 ટુકડા થયા અને અચાનક લાગી આગ, અંદર બૂમો પાડી રહ્યા હતા મુસાફરો

પ્લેન રનવે પરથી લપસતાં એક વ્યક્તિનું મોત થયું અને 157 મુસાફરો ઘાયલ થયા

પ્લેન રનવે પરથી લપસતાં એક વ્યક્તિનું મોત થયું અને 157 મુસાફરો ઘાયલ થયા

 • Share this:
  નવી દિલ્હી : તુર્કી (Turkey)ના ઇસ્તંબુલ (Istanbul)માં લૅન્ડિંગ સમયે એક પ્લેન રનવે પર દુર્ઘટનાગ્રસ્ત (Turkey Plane Crash) થઈ ગયું. સ્વાસ્થ્ય મંત્રી ફહરેટિ કોકાએ આ જાણકારી આપી. તેઓએ કહ્યું કે ઈસ્તંબુલના સબિહા ગોકસેન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બુધવારે એક પ્લેન રનવે પર લપસવાથી એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 157 લોકો ઘાયલ થયા છે. સમાચાર એજન્સી મુજબ કોકાના હવાલાથી કહ્યું છે કે બે લોકોને આઈસીયૂમાં રાખવામાં આવ્યા છે, પરંતુ તેમાંથી કોઈ પણની સ્થિતિ ગંભીર નથી.

  સીએનએનના અહેવાલ મુજબ, ત્રણ ટુકડા થયા બાદ પ્લેનમાં આગ લાગી ગઈ હતી. તુર્કીની ન્યૂઝ ચેનલોમાં પ્રસારિત વીડિયો ફુટેજમાં જોઈ શકાય છે કે પ્લેનનો આગલો ભાગ પણ અલગ થઈ ગયો અને પ્લેનના કુલ ત્રણ ટુકડા થઈ ગયા. મીડિયા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે તુર્કીના પશ્ચિમી શહેર ઇજમિરથી આવનારા પ્લેનમાં અન્ય મુસાફરોની સાથે ચાર અમેરિકન અને ચાર ચીની નાગરિક પણ સવાર હતા.  પ્લેનના ત્રણ ટુકડા થયા બાદ આગ લાગતાં અંદર બેઠેલા મુસાફરો ખૂબ જ ગભરાઈ ગયા હતા. ચારે તરફ અફરાતફરી મચી ગઈ હતી. ઘાયલ થયેલા મુસાફરો બચાવવા માટે બૂમો પાડી રહ્યા હતા. પ્લેન તૂટી ગયા બાદ રેસ્કયૂ ઓપરેશનના વીડિયો પણ સામે આવ્યા છે.

  આ દુર્ઘટનામાં 157 લોકો ઘાયલ થયા છે. (Photo: AP)


  ઈસ્તંબુલના ગવર્નર અલી યારલીકાયાએ એક નવું ટ્વિટ કરીને કહ્યું કે દુર્ઘટના સ્થાનિક સમય મુજબ સાંજે 6.19 વાગ્યે તે સમયે બની જ્યારે મુસાફરોથી ભરેલું તુર્કી પેગાસસ એરલાઇન્સનું પ્લેન લેન્ડિંગ બાદ તરત રનવે પર લપસી પડ્યું. આ પહેલા એરપોર્ટ પર તેઓએ પત્રકારોને કહ્યું કે ખરાબ હવામાનના કારણે પ્લેન રનવે પર યોગ્ય રીતે ઉતરી નહોતું શક્યું અને 30થી 40 મીટરની ઊંચાઈથી પટકાયું હતું.

  આ પણ વાંચો, માતાની હત્યા અને ભાઈ પર જીવલેણ હુમલો કરીને બોયફ્રેન્ડ સાથે અંડમાન ભાગી ગઈ યુવતી!

  Published by:Mrunal Bhojak
  First published: