Home /News /national-international /

પર્યાવરણ પ્રેમી યુગલના અનોખા લગ્ન, જાન સાઇકલમાં આવી, તુલસીની વરમાળા પહેરાવી

પર્યાવરણ પ્રેમી યુગલના અનોખા લગ્ન, જાન સાઇકલમાં આવી, તુલસીની વરમાળા પહેરાવી

પર્યાવરણ પ્રેમી યુગલના અનોખા લગ્ન, જાન સાઇકલમાં આવી, તુલસીની વરમાળા પહેરાવી (Image credit: Instagram)

આ ઇકો ફ્રેન્ડલી લગ્ન માત્ર રૂ. 2 લાખમાં પૂર્ણ થઈ ગયા, મહેમાનોને મીઠાઈ કે ગિફ્ટના સ્થાને ફૂલ છોડના પ્લાન્ટ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા

કોરોના મહામારીમાં જાહેર મેળાવડા અને પ્રસંગો ઉપર કેટલાક પ્રતિબંધ મૂકી દેવાયા છે. છતાં કેટલાક યુગલો મોટા પ્રમાણમાં મહેમાનો એકઠા કરી લગ્ન કરે છે અને નિયમોને તોડે છે. જોકે, આ મામલે દિલ્હીના યુગલે સમાજને નવી રાહ ચીંધતો દાખલો બેસાડ્યો છે. વર્તમાન સમયે કલાઈમેન્ટ ચેન્જને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. લોકો આ બાબત સારી સમજી ગયા છે. જેથી દિલ્હીના કપલે ઇકો ફ્રેન્ડલી લગ્ન સમારંભ કરીને પર્યાવરણ તરફ પોતાનો પ્રેમ દર્શાવ્યો છે.

જાન સાઇકલમાં આવી

આદિત્ય અગ્રવાલ અને માધુરી બાલોડીનો લગ્ન સમારંભ અદભુત રહ્યો હતો. 32 વર્ષના વરરાજા કાર અથવા રથને બદલે યુલુ બાઇકથી જાન લઈને ગયા હતા. આ પ્રકારના લગ્ન સમારોહનો વિચાર કન્યા પક્ષ તરફથી આવ્યો હતો. તેઓ સામાજિક કાર્યકર છે. બન્ટિંગ્સ અને પંડાલ સહિતની સજાવટની વસ્તુઓ પણ રિસાઇકલ અથવા ઇકો ફ્રેન્ડલી સામગ્રીમાંથી બનાવવામાં આવી હતી. સમારોહમાં પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ પણ ટાળ્યો હતો.

આ પણ વાંચો - બનાસકાંઠા : સ્મેક ડ્રગ્સની હેરાફેરી કરતા માતા-પુત્ર સહિત 3 ઝડપાયા, 9.13 લાખનો મુદ્દામાલ જપ્ત

તુલસીના પાનની વરમાળા

માત્ર ગણતરીના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્નમાં સોશ્યલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. યુગલ માટે વરમાળા તુલસીના પાનથી તૈયાર થઈ હતી. સમારંભ માટે કંકોત્રી છપાવાની જગ્યાએ વોટ્સએપથી મેસેજ કરી દેવાયા હતા.
View this post on Instagram


A post shared by आदि (@aadityaagg)


ભેટ સ્વરૂપે પ્લાન્ટ અપાયા

આ પ્રસંગમાં ઉપસ્થિત મહેમાનોને મીઠાઈ કે ગિફ્ટના સ્થાને ફૂલ છોડના પ્લાન્ટ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. આ પ્લાન્ટ છાપામાં વીંટીને અપાયા હતા. સામાન્ય રીતે લગ્ન પાછળ સરેરાશ 50 લાખ જેટલો ખર્ચ થાય છે, ત્યારે આ ઇકો ફ્રેન્ડલી લગ્ન માત્ર રૂ. 2 લાખમાં પૂર્ણ થઈ ગયા હતા. નેશનલ હેરાલ્ડના રિપોર્ટ મુજબ માધુરીએ જણાવ્યું હતું કે, લગ્ન એ સુખની ઉજવણી છે અને ખુશી માટે પૈસાની જરૂર હોતી નથી. મોંઘા લગ્ન એ પૈસાનો બગાડ છે.

પ્રકૃતિને અનુરૂપ લગ્ન પાછળ કારણ વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે, અમે સાચા પ્રકૃતિપ્રેમી છીએ. વસ્તુઓ ખરીદવાને બદલે ફરીથી ઉપયોગ કરવામાં માનીએ છીએ. લગ્નનો મૂળ વિચાર એ છે કે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના ઓછો ખર્ચ કરવો અને વધુ આનંદ માણવો. આ દરમિયાન, આદિત્યએ કબૂલ્યું કે જો લોકો આ મજાક ઉડાવશે તેવો ડર હતો. પરંતુ બધું સારી રીતે ચાલ્યું અને બધાએ આ પ્રયાસના વખાણ કર્યા હતા.
First published:

Tags: Eco friendly, Eco friendly Wedding, Tulsi, Wedding, દિલ્હી, સાયકલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन