Home /News /national-international /ટોંગામાં 7.3ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ગંભીર ચેતવણી, નાગરિકો ઊંચાણવાળી જગ્યા પર ભાગવા લાગ્યા

ટોંગામાં 7.3ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ગંભીર ચેતવણી, નાગરિકો ઊંચાણવાળી જગ્યા પર ભાગવા લાગ્યા

earthquake in tonga

યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલિજિકલ સર્વે અનુસાર, ભૂકંપ 24.8 કિમીની ઊંડાઈ પર હતો, જે નેયાકૂના દક્ષિણ-પૂર્વમાં લગભગ 207 કિમી પૂર્વમાં સમુદ્રમાં આવ્યા હતો.

    ટોંગા: ટોંગા સરકારે શુક્રવારે સુનામીનું એલર્ટ જાહેર કરતા રહેવાસીઓને ઊંચાણવાળા વિસ્તારોમાં જવા માટે કહ્યું છે. ટોંગા 170થી વધારે દક્ષિણ પ્રશાંત દ્વિપનું એક પોલિનેશિયન સામ્રાજ્ય છે. તેની રાજધાનીથી લગભગ 207 કિમી અંદર સમુદ્રમાં આવેલા 7.3 તીવ્રતાના ભૂકંપ બાદ ટોંગા સરકારે શુક્રવારે સુનામીની ચેતવણી આપી છે.

    આ પણ વાંચો: વલસાડમાં ભૂકંપનો આંચકો, ધરા ધ્રુજતા લોકો ગભરાયા

    યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલિજિકલ સર્વે અનુસાર, ભૂકંપ 24.8 કિમીની ઊંડાઈ પર હતો, જે નેયાકૂના દક્ષિણ-પૂર્વમાં લગભગ 207 કિમી પૂર્વમાં સમુદ્રમાં આવ્યા હતો. પ્રશાંત સુનામી ચેતવણી કેન્દ્ર અનુસાર, અમેરિકી સમોઆ માટે સુનામીની સલાહ પણ આપવામાં આવી છે. તેમાં કહેવાયુ છે કે, ભૂકંપથી ખતરનાક સુનામીની લહેરો નીયૂ અને ટોંગાના તટ સાથે ભૂકંપનું કેન્દ્ર 300 કિમીનું અંતર શક્ય છે. તો વળી ટોંગાની મૌસમ સેવાના નિવાસીઓની અંતર્દેશીય સ્થળાંતરિત કરવાની ચેતવણી આપી છે.

    ગભરાયેલા નાગરિકોને ઊંચી જગ્યા પર નિકળી જગ્યા આદેશ


    સરકારી ઘોષણા બાદ ટોંગામાં નાગરિકોમાં ગભરાહટ જોવી મળી અને તેઓ ઊંચી જગ્યા પર જવા લાગ્યા હતા.રસ્તા પર એકસાથે કેટલાય વાહનો આવવાથી અને પહેલા નિકળી જવાની હોડમાં કેટલીય જગ્યાએ જામ થયું હતું. પ્રશાંત સુનામી ચેતવણી કેન્દ્ર અનુસાર, શુક્રવાર સવારે અમેરિકી સમોઆ માટે સુનામીની સલાહ પણ જાહેર કરવામા આવી હતી. ભૂકંપનું કેન્દ્ર 186 માઈલની અંદર ભૂકંપ ખતરનાક સુનામીની લહેરો સંભવ છે. તેમાં ટોંગા, નીયૂ અને અમેરિકી સમોઆના તટ પ્રભાવિત થઈ શકે છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Earthquakes

    विज्ञापन
    विज्ञापन