બાંગ્લાદેશમાં પ્લેન હાઈજેકનો પ્રયાસ નિષ્ફળ, અપહરણકારને કરાયો ઠાર

News18 Gujarati
Updated: February 25, 2019, 7:49 AM IST
બાંગ્લાદેશમાં પ્લેન હાઈજેકનો પ્રયાસ નિષ્ફળ, અપહરણકારને કરાયો ઠાર
ઢાકાથી દુબઈ જઈ રહેલા એક વિમાનને ચત્તોગ્રામના શાહ અમાનત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હાઈઝેક કરવાની કોશિસ કરવામાં આવી

ઢાકાથી દુબઈ જઈ રહેલા એક વિમાનને ચત્તોગ્રામના શાહ અમાનત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હાઈઝેક કરવાની કોશિસ કરવામાં આવી

  • Share this:
રવિવાર સાજે બાંગ્લાદેશમાં એક વિમાનને હાઈજેક કરવાની કોશિસ કરવામાં આવી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઢાકાથી દુબઈ જઈ રહેલા એક વિમાનને ચત્તોગ્રામના શાહ અમાનત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હાઈજેક કરવાની કોશિસ કરવામાં આવી. હાઈજેક કરવામાં આવેલું વિમાન BG 147 બતાવવામાં આવી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, આ વિમાન સ્થાનિક સમય અનુસાર સાંજે 5.15 કલાકે ચત્તોગ્રામ એરપોર્ટ પર ઉતર્યું. આ વિમાનમાં બાંગ્લાદેશના એક સાંસદ સહિત કેટલાએ પેસેન્જર સવાર હોવાનું સ્થાનિક મીડિયાના હવાલે સામે આવી રહ્યું છે. જોકે, વિમાન કઈ એરલાઈન્સનું છે અને તેમાં કેટલા યાત્રી અને ક્રૂ મેમ્બર સવાર છે તે વિશે જાણકારી સામે આવી નથી.

બાંગ્લાદેશી મીડિયા અનુસાર, એક વ્યક્તિ હથિયાર સાથે વિમાનમાં ઘુસ્યો હતો. હાલમાં તમામ યાત્રિઓને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા છે, પરંતુ  બે પાયલોટ હાઈજેકરના કબજામાં છે. યાત્રીઓમાં બાંગ્લાદેશના સાંસદ પણ છે.

હાલમાં ચિટગાવ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે, અને સિરક્ષાદળના જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હાઈજેકરે વિમાનમાં ગોળીબારી પણ કરી છે, જેમાં એક ક્રૂ મેમ્બરનું મોત થયાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સુરક્ષાદળ દ્વારા હાઈઝેકરને ઝડપી અન્ય બે પાયલોટને બચાવવાનું ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

અપડેટ માહિતી અનુસાર, હાઈજેક કરવામાં આવેલું વિમાન બાંગ્લાદેશ એરલાઈન્સનું હતું, જે ઢાકાથી દુબઈ જઈ રહ્યું હતું. હાલમાં સુરક્ષાકર્મીઓએ અપહરણકારને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. વિમાનમાં 145 યાત્રી સવાર હતા. આ વિમાન બોઈંગ 737-8 હતું.
First published: February 24, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading