અમૃતસરમાં સંભળાયેલા ધડાકાનું કારણ આવ્યું સામે, IAF કરી રહ્યું હતું તૈયારી
અમૃતસરમાં સંભળાયેલા ધડાકાનું કારણ આવ્યું સામે, IAF કરી રહ્યું હતું તૈયારી
ફાઇલ તસવીર
સૂત્રોએ કહ્યું કે આવા અભ્યાસ પાછળનો ઉદેશ્ય એવો હતો કે પાકિસ્તાનના એરફોર્સ તરફથી ભારતીય વાયુસેનાનું ઉલ્લંઘન કરવાની સ્થિતિમાં તેને ઝડબાતોડ જવાબ આપી શકાય.
નવી દિલ્હી : પંજાબના અમૃતસરમાં ગત રાત્રે તીવ્ર ધડાકાઓનો અવાજ સંભળાયો હતો. આ ધડાકાઓનું કારણ સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમામે, ભારતીય વાયુસેનાએ ગુરુવારે રાત્રે પંજાબ તથા જમ્મુ અને કાશ્મીરના આકાશમાં તાલિમ યોજી હતી, જેમાં ધણા લડાકૂ વિમાન સામેલ થયા હતા. એર અભ્યાસ દરમિયાન વાયુસેનાના ફ્રન્ટલાઇનના વિમાનો સહિત અનેક વિમાનોએ ભાગ લીધો હતો. આ વિમાનોએ અમૃતસર સહિત અનેક જિલ્લામાં સુપરસોનિક ગતિથી ઉડાન ભરી હતી. સૂત્રોએ કહ્યું કે આવા અભ્યાસ પાછળનો ઉદેશ્ય એવો હતો કે પાકિસ્તાનના એરફોર્સ તરફથી ભારતીય વાયુસેનાનું ઉલ્લંઘન કરવાની સ્થિતિમાં તેને ઝડબાતોડ જવાબ આપી શકાય. સુપરસોનિક ગતિથી ઉડવાને કારણે આ ધડાકા સંભળાયા હતા.
ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે અમૃતસર અને તેની આસપાસના વિસ્તારોમાં લોકોએ તિવ્ર ધડકાનો અવાજ સાંભળ્યો હતો. જોકે, એવું જાણવા મળ્યું ન હતું કે કયા કારણોને લીધે આવા ધડાકા થઈ રહ્યા છે. સ્થાનિક તંત્રને પણ આ અંગેની કોઈ જ જાણ ન હતી. અમુક સ્થાનિક લોકોએ દાવો કર્યો કે અવાજ એટલો તીવ્ર હતો કે તેમના ઘરની છત હલી જતી હતી. રાત્રે સંભળાયેલા ધડાકાને કારણે ચર્ચા ફેલાઈ હતી. નોંધનીય છે કે સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ 26મી ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનની જમીનમાં ઘૂસીને એર સ્ટ્રાઇક કરી હતી. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી ઠેકાણાઓ પર બોમ્બ ફેક્યા હતા. આ હુમલામાં અનેક આતંકીઓ માર્યા ગયાનું કહેવામાં આવી રહ્યં છે.
Sources: Indian Air Force carried out major readiness exercise last night over Punjab and Jammu in which large number of fighter aircraft participated. During the exercise, IAF jets,including frontline aircraft, flew at supersonic speeds in the border districts including Amritsar pic.twitter.com/QChQ4szjp6
ભારતે બોમ્બ ફેંકવા માટે 12 મિરાઝ લડાકૂ વિમાનનો ઉપયોગ કર્યો હતો. ભારતીય વાયુસેનાની કાર્યવાહીના બીજા દિવસે પાકિસ્તાની લડાકૂ વિમાનો ભારતીય સરહદમાં ઘૂસી આવ્યા હતા. આ દરમિયાન ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પાડ્યું હતું. આ દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદનનું પ્લેન ક્રેશ થઈ ગયું હતું અને તેઓ પેરાશૂટની મદદથી પાકિસ્તાનની જમીનમાં ઉતર્યા હતા. પાકિસ્તાની આર્મીએ તેમની અટકાયત કરી લીધી હતી. બાદમાં 60 કલાકની અંદર તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર