Home /News /national-international /ફ્લોરિડા ગોળીબારઃ સ્ટુડન્ટ્સને મળ્યા ટ્રમ્પ, કહ્યું- ટીચર્સ પણ હથિયાર રાખે

ફ્લોરિડા ગોળીબારઃ સ્ટુડન્ટ્સને મળ્યા ટ્રમ્પ, કહ્યું- ટીચર્સ પણ હથિયાર રાખે

ફ્લોરિડા સ્કૂલમાં થયેલ ગોળીબારમાં બચેલા લોકો સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડાનાલ્ડ ટ્રમ્પ મળ્યાં હતાં. ત્યારે તેઓ ઘણાં ભાવનાત્મક થઈ ગયા હતાં અને તેમણે શિક્ષકોને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપવાની વાત કરી અને સાથે તેમણે કહ્યું કે શિક્ષકોએ હથિયાર પણ રાખવાનો પ્રસ્તાવ મુક્યો. તેમણે તે પણ કહ્યું કે જે લોકો બંદૂક રાખે છે તેમની પણ કડક તપાસ થવી જોઈએ.

વ્હાઈટ હાઉસમાં માર્જોરી સ્ટોનમેન ડગલસ હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, 'હું તમારુ સાંભળવા માંગુ છું પરંતુ તમે શરૂવાત કરો તે તમને જણાવું કે હવે પૃષ્ઠભૂમિની કડકાઈથી તપાસ થશે અને કોઈપણ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવામાં આવશે.'

ટ્રમ્પે એ પણ સલાહ આપી કે કેટલાક શિક્ષકોને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવી શકે છે જેનાથી તે બંદૂકધારીને રોકી શકે. રાષ્ટ્રપતિએ કહ્યું , 'કે પછી એ લોકો માટે જ હશે કે જે લોકો બંદૂક ચલાવવામાં સક્ષમ છે.' તેમણે કહ્યું કે શિક્ષકોને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવશે. હવે કોઈ ગન ફ્રી ઝોન નહીં રહે. ટ્રમ્પે સમજાવ્યું કે અહીંયા ગન ફ્રી ઝોનનો અર્થ છે એવી જગ્યા જ્યાં તમે સરળતાથી જઈને હુમલો કરી શકો છો.
First published:

Tags: Donald trump, Gun culture