Home /News /national-international /

ટ્રમ્પે દાણાપાણી બંધ કરવાનું કહેતા પાકે આપી ખુલ્લા પાડવાની ધમકી

ટ્રમ્પે દાણાપાણી બંધ કરવાનું કહેતા પાકે આપી ખુલ્લા પાડવાની ધમકી

આતંકવાદીઓને સંરક્ષણ આપવાની નીતિ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફટકાર લગાવતા ગુસ્સે ભરાયેલા પાકિસ્તાને યુએસને દુનિયા સમક્ષ ખુલ્લા પાડી દેવાની ધમકી આપી નાંખી છે.

આતંકવાદીઓને સંરક્ષણ આપવાની નીતિ પર અમેતિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંમ્પ તરફથી મળેલા ઠપકા બાદ લાલ ચોળ થયેલા પાકિસ્તાને પોતાની પ્રતિક્રિયા આપી હતી. ટ્રંમ્પના ટ્વિટના જવાબમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે ટ્વિટ કર્યું છે. આસિફે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, "અમે રાષ્ટ્રપતિ ટ્રંમ્પના ટ્વિટનો ઝડપી જવાબ આપીશું. ઈન્શાઅલ્લાહ... ચલો દુનિયાને હકીકતની જાણ થશે. તથ્ય અને કલ્પનાઓ વચ્ચેનું અંતર લોકોએ જાણવું જોઈએ."

ડોનાલ્ડ ટ્રમ્પે નવા વર્ષ 2018ની શરૂઆતમાં જ પાકિસ્તાનને આડેહાથે લેતા ટ્વિટ કર્યું હતું કે, પાકિસ્તાન લાંબા સમયથી જૂઠ બોલતુ આવ્યું છે અને કપટ કરતું આવ્યું છે, પરંતુ હવે વધારે છેતરાશું નહી, ટ્રમ્પે લખ્યું છે કે, અમેરિકા છેલ્લા 15 વર્ષોથી મુર્ખની જેમ 33 અબજની ડોલરની મદદ પાકિસ્તાનને કરી ચૂક્યું છે,

ડોનાલ્ડ ટ્રંમ્પે ટ્વિટ કર્યું હતું કે, અમેરિકા છેલ્લા 15 વર્ષોથી મુર્ખની માફક 33 અરબ ડોલરથી પણ વધારે રકમ આર્થિક મદદના નામે પાકિસ્તાનને આપી ચુક્યું છે. પરંતુ તેને (પાકિસ્તાને) અમારા નેતાઓને મુર્ખ સમજ્યા. ખોટું અને છળ-કપટ સિવાય બીજું કંઈ જ ના આપ્યું. ટ્રંમ્પના આ ટ્વિટથી સંકેત મળે છે કે પાકિસ્તનની આતંકવાદી સંગઠનોને સંરક્ષણ પુરૂ પાડવાની નીતિ પર અમેરિકા તરફથી નવા વર્ષથી ગાળીયો કસવામાં આવી શકે છે.



First published:

Tags: Donald trump, Khawaja Asif, US, પાકિસ્તાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन