ટ્રમ્પની મેક્સિકો સાથે ઇમિગ્રેશન પોલીસી-વેપાર ખતમ કરવાની ધમકી

News18 Gujarati
Updated: April 2, 2018, 12:49 PM IST
ટ્રમ્પની મેક્સિકો સાથે ઇમિગ્રેશન પોલીસી-વેપાર ખતમ કરવાની ધમકી
ટ્રમ્પ (ફાઇલ તસવીર)

  • Share this:
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે મેક્સિકો સાથે પોતાની ઇમિગ્રેશન પોલીસી તેમજ વેપાર કરાર ખતમ કરવાની ધમકી આપી છે. અમેરિકામાં કાયમી વસવાટ કરવાની ઇચ્છા રાખનાર મેક્સિકન લોકો માટે આ એક મોટો ઝટકો છે. રવિવારે ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકામાં ઇમિગ્રેશનની ડીલ અસ્તિત્વમાં નહીં રહે. સાથે સાથે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે મેક્સિકો સાથે મુક્ત વેપારનો કરાર પણ ખતમ કરવાની ધમકી આપી છે.

ટ્રમ્પે કહ્યું કે, 'જો મેક્સિકો અમેરિકા આવતા લોકોને નહીં રોકે તો તેની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ખતમ કરવામાં આવશે.' ટ્રમ્પે દાવો કર્યો હતો કે મેક્સિકોના લોકો ઇમિગ્રન્ટ્સને મળતી સુરક્ષાનો ફાયદો ઉઠાવવા માટે અમેરિકા આવે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે અમેરિકન નાગરિકોને ઈસ્ટરની શુભેચ્છા પાઠવી હતી. બાદમાં તેમણે ટ્વિટ કર્યું હતું કે, 'No MORE DACA DEAL!'ટ્રમ્પે કહ્યું, 'મેક્સિકોએ ત્યાંથી સતત અમેરિકા પહોંચતા લોકોને આવતા રોકવા જ પડશે. નહીં તો તેને આપવામાં આવતી તમામ પ્રકારની આર્થિક મદદ બંધ કરી દેવામાં આવશે.' નોંધનીય છે કે ટ્રમ્પની પહેલ પછી અમેરિકા, કેનેડા અને મેક્સિકો 'નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ' પર ફરીથી એક થયા હતા.

ફ્લોરિડામાં પોતાના ઘર પાસે આવેલા ઇપિસકોપલ ચર્ચમાં લોકોને ઈસ્ટરની શુભેચ્છા આપતા પહેલા ટ્રમ્પે કહ્યું કે, 'મેક્સિકોએ બોર્ડર પર અમારી મદદ કરવી જોઈએ. ત્યાંથી મોટી સંખ્યામાં લોકો અમેરિકા આવે છે. કારણ કે તેઓ યુએસ ઇમિગ્રેશન પોલીસીનો ફાયદો ઉઠાવવા માંગે છે.'

નોંધનીય છે કે પૂર્વ અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ DACA (ડેફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહુડ અરાઇવલ) પોલીસીની શરૂઆત કરી હતી. આ પોલીસી અંતર્ગત ગેરકાયદે રીતે અમેરિકા પહોંચતા બાળકોને અસ્થાયી રીતે રહેવાનો, ભણવાનો, કામ કરવાનો અધિકાર આપવામાં આવતો હતો. ટ્રમ્પે ગયા વર્ષે આ પોલીસી ખતમ કરી દીધી હતી. ટ્રમ્પે કોંગ્રેસને આ અંગે છ મહિનાની અંદર નવો કાયદો બનાવવાની સૂચના આપી છે.

શું છે DACA પોલીસી?વર્ષ 2012માં પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ DACA કાર્યક્રમ શરૂ કર્યો હતો. જે અંતર્ગત ગેરકાયદે રીતે અમેરિકા પહોંચેલા બાળકોને અસ્થાયી રીતે રહેવાનો, ભણવાનો અને કામ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. આ પોલીસી તેમને દેશનિકાલમાંથી બચાવે છે. બાદમાં આ કાયદા અતંર્ગત આવેદન આપવામાં આવે છે અને તેનો ગુનાહિત રેકોર્ડ અને બીજી વાતોનું વેરિફિકેશન કરવામાં આવે છે. જે લોકો આમાં પાસ થઈ જાય છે તેને ડ્રાઇવિંગ લાઇસન્સ, કોલેજમાં પ્રવેશ, વર્ક પરમિટની પરવાનગી મળી જાય છે. જે લોકો પાસ નથી થતા તેમને સ્વદેશ પરત મોકલી દેવામાં આવે છે.
First published: April 2, 2018, 11:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading