કિમ જોંગ અને ડોનાલ્ડ ટ્રમ્પની DMZમાં થઈ ત્રીજી મુલાકાત

ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન (ફાઈલ ફોટો)

આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ એવા પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ બની ગયા છે, જે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે અસૈન્યકૃત વિસ્તાર (DMZ)માં પહોંચ્યા

 • Share this:
  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારે બંને દેશને વહેંચનાર અસૈન્યકૃત વિસ્તારમાં પહોંચી ગયા છે. અઅહીં તેમની મુલાકાત ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન સાથે કોઈ પણ પ્રકારના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વગર થઈ. આ અવસરે બંને નેતા એકબીજાને હાથ મિલાવતા જોવા મલ્યા. એટલું જ નહીં, આ અવસર પર નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉનની મુલાકાત સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જાઈ ઈન સાથે પણ થઈ. આ બંને દેશ માટે આ મુલાકાત ખુબ મહત્વની સાબિત થઈ શકે છે. મુલાકાતમાં ટ્રમ્પની હાજરીને બંને દેશો વચ્ચે શાંતીની દિશામાં એક મોટુ પગલું બતાવવામાં આવી રહ્યું છે.

  આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ એવા પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ બની ગયા છે, જે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે અસૈન્યકૃત વિસ્તાર (DMZ)માં પહોંચ્યા છે.

  આ પહેલા ટ્રમ્પે રવિવાર સવારે કરેલા પોતાના ટ્વીટમાં કિમની વાત કર્યા વગર આજે DMZ જવાની જાણકારી આપી. ટ્રમ્પે ત્યારબાદ સિયોલમાં વ્યાપારિક નેતાઓને કહ્યું કે, તે કિમને મળવા માંગે છે.

  કિમને મળવા માટે આટલા ઉત્સુક કેમ છે ટ્રમ્પ
  આ મુદ્દે ટ્રમ્પે કહ્યું કે, જોઈએ છે શું થાય છે. અમે કોશિસ કરી રહ્યા છીએ. આ ખુબ સંક્ષિપ્ત હશે પરંતુ તેમાં માત્ર હાથ મિલાવવાનું પણ ખુબ છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ અને કિમ કોરિયાઈ પ્રાયદ્વીપના પરમાણુ નિરસ્ત્રીકરણના મામલા પર અત્યાર સુધી બે વખત શિખર વાર્તા કરી ચુક્યા છે. સૌથી પહેલા તે ગત વર્ષે સિંગાપુરમાં મળ્યા હતા અને ત્યારબાદ બંનેએ આ વર્ષે ફેબ્રુઆરીમાં હનોઈમાં શિખર વાર્તા માટે મળ્યા હતા.
  Published by:kiran mehta
  First published: