હેલ્થ એક્સપર્ટની ચેતવણી છતાંય ટ્રમ્પનો ખુલાસો, રોજ લઈ રહ્યા છે મલેરિયાની દવા

News18 Gujarati
Updated: May 19, 2020, 8:56 AM IST
હેલ્થ એક્સપર્ટની ચેતવણી છતાંય ટ્રમ્પનો ખુલાસો, રોજ લઈ રહ્યા છે મલેરિયાની દવા
અને ચીન તેના પેટ્રોલિંગથી દબાવમાં છે. જો કે અમેરિકાએ હાલ ભારત અને ચીન સીમા વિવાદથી પ્રત્યક્ષ રૂપે બહાર છે પણ તે સતત ચીન પર ભારતીય સીમા પર આક્રમક બની ધૂસરણખોરી કરવા અને કોરોના વાયરસની જાણકારીને વિશ્વથી અજાણ રાખવા મામલે આરોપ મૂકતું આવ્યું છે.

ચેતવણી છતાંય કોરોના સંક્રમણથી બચવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ રોજ હાઇડ્રોક્લોરોક્વિન લઈ રહ્યા છે

  • Share this:
વોશિંગટનઃ અમેરિકા (US)ના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) કોરોના સંક્રમણ (Coronavirus)ના ટેસ્ટ અને સારવાર વિશે આપવામાં આવેલી વિવાદીત સલાહ માટે ઘણા ચર્ચાઓમાં રહ્યા છે. સોમવારે ટ્રમ્પે ફરી ખુલાસો કર્યો કે હેલ્થ એક્સપર્ટ્સની ચેતવણી છતાંય કોરોના સંક્રમણથી બચવા માટે તેઓ રોજ હાઇડ્રોક્લોરોક્વિન (Hydroxychloroquine) લઈ રહ્યા છે. જોકે આ દવા અંગે એક્સપર્ટ્સ પહેલા જ નકારાત્મક અભિગમ દર્શાવી ચૂક્યા છે અને તેનાથી હૃદયની બીમારીઓ થવાનો ખતરો પણ દર્શાવ્યો છે. જોકે, ટ્રમ્પ સતત કોરોનાની વિરુદ્ધ આ દવાની વકાલત કરતા રહે છે.

દેશની મોટી રેસ્ટોરાંના એક્ઝિક્યૂટિવ્સ સાથે વાત કરતાં ટ્રમ્પે જણાવ્યું કે, વ્હાઇટ હાઉસના ડૉક્ટરની સલાહ લીધા બાદ તેઓ રોજ મલેરિયાની દવા લઈ રહ્યા છે. તેઓએ કહ્યું કે તેમના ડૉક્ટરે તેમને આ દાવા લેવાની સલાહ આપી છે. ટ્રમ્પે જણાવ્યું કે તેઓ છેલ્લા અનેક સપ્તાહોથી દાવા લઈ રહ્યા છે અને રોજ નિયમથી તેને લે છે. જોકે, ટ્રમ્પની આ સલાહથી હેલ્થ એક્સપર્ટ્સ ખુશ નથી જોવા મળ્યા. તેમના મુજબ આ દવાથી ગંભીર સાઇડ ઇફેક્ટસ થવાનો ખતરો છે અને તેનો વધુ ડોઝ હૃદયથી સંબંધિત બીમારીનો ખતરો વધારી દે છે. લાંબા સમયથી હાઇડ્રોક્સીક્લોરોક્વિનનો ઉપયોગ મલેરિયાના તાવને ઓછો કરવા માટે કરવામાં આવે છે પરંતુ કોરોનાના દર્દીઓ પર તેની અસર વિવાદિત છે.

આ પણ વાંચો, ઓબામાની આંખમાં આવ્યા આંસુ, કહ્યું- ટ્રમ્પ નથી જાણતા કે તેઓ શું કરી રહ્યા છે

મલેરિયાની દવાથી છે ખતરો

જાણકારો મુજબ, મલેરિયાની સારવાર માટે ઉપયોગમાં લેવાતી હાઇડ્રોક્સીક્લોરોક્વિન અને ક્લોરોક્વિન બંને જ રસાયણિક સંરચના અને મેડિકલ ઉપયોગ અલગ-અલગ છે. જોકે કોવિડ-19ની બીમારીમાં હાઇડ્રોક્સીક્લોરોક્વિનની ઉપયોગીતાને લઈને અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે અને આ દિશામાં કેટલાક રિસર્ચ પણ થયા છે. જોકે પૈન અમેરીકા હેલ્થ ઓર્ગેનાઇઝેશન (પાહો)એ 6 એપ્રિલે ચેતવણી આપી હતી કે હાઇડ્રોક્સીક્લોરોક્વિનને લઈને કરવામાં આવી રહેલા દાવાઓને સાચા સાબિત કરવાવાળા કોઈ મજબૂત પુરાવા હજુ સુધી સામે નથી આવ્યા.

આ પણ વાંચો, પાકિસ્તાનમાં કેમ ચર્ચામાં છે ‘નેકી કી ટોકરી’, જાણો શું છે તેમાં ખાસ


First published: May 19, 2020, 8:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading