ઉત્તર કોરિયા સાથે બેઠક નિષ્ફળ થશે અથવા દુનિયાની સૌથી મોટી ડીલ સાબિત થશે: ટ્રંપ

 • Share this:
  અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને ઉત્તર કોરિયાના સુપ્રિમ લીડર કિમ જોંગ-ઉન વચ્ચે પ્રસ્તાવિત વાતચીત પર દુનિયાભરની નજર છે. આ મુલાકાતથી બધાને સકારાત્મક પરિણામ આવવાની આશા છે, પરંતુ આનાથી પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે એક મોટું નિવેદન આપ્યું છે.

  તેમને કહ્યું છે કે, ઉત્તર કોરિયાના સુપ્રિમ લીડર કિમ જોંગ-ઉન સાથે તેમની મુલાકાત નિષ્ફળ સાબિત થશે અને કોઈ જ પરિણામ વગર સમાપ્ત થઈ જશે અથવા દુનિયાની સૌથી મોટી ડીલ સાબિત થશે. જો આ વાતચીત સફળ રહી તો, આના સકારાત્મક પરિણામ સામે આવશે, સાથે જ ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે રહેલો તણાવ પણ ઓછો થઈ જશે.

  શનિવારે વેસ્ટર્ન પેન્સિલવેનિયામાં રિપબ્લિકન કોંગ્રેસનલ કેન્ડિતેટ રિક સેકોનના પક્ષમાં ચૂંટણીની રેલીને સંબોધન કરતી વખતે ટ્રંપે કહ્યું, "જો મને લાગ્યું કે, કિમ જોંગ-ઉન સાથે વાતચીતમાં પ્રગતિ સંભવ નથી, તો હું તરત જ તેને છોડી દઈશ." જોકે, તેમને તે પણ કહ્યું કે, ઉત્તર કોરિયા શાંતિ ઈચ્છે છે અને કિમ જોંગ-ઉન ઐતિહાસિક વાર્તા સફળ રહશે. ટ્રંપે કહ્યું કે, તેમને લાગે છે કે, શાંતિ સ્થાપિત કરવા અને બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા માટે આ સૌથી બેસ્ટ સમય છે.

  મે મહિનાના અંત સુધીમાં વાતચીત થવાની આશા

  હાલમાં તો બંને દેશો નેતાઓની મુલાકાત માટે સમય અને સ્થાન નક્કી થયો નથી, પરંતુ એવુ માનવામાં આવી રહ્યું છે કે, મે મહિનાના અંત સુધીમાં આ મુલાકાત થઈ શકે છે. ટ્રંપે કહ્યું કે, મને આશા છે કે, તેઓ તેમની મુલાકાત સુધીમાં એકપણ મિસાઈલનું પરિક્ષણ કરશે નહી અને પરમાણુ નિઃશસ્ત્રીકરણ પર વિચાર કરશે.

  ઉત્તર કોરિયા કરવા જઈ રહ્યું છે ખુબ જ સારૂ કામ

  પેનસિલવેનિયામાં આયોજિત એક રેલીમાં પોતાની મરીન વન હેલિકોપ્ટરથી રવાના થયા પહેલા ટ્રંપે કહ્યું, "હું માનું છું કે, ઉત્તર કોરિયાએ ખુબ જ સારૂ કરવા જઈ રહ્યું છે. આમાં શાનદાર સફળતા મળશે. અમને ખુબ જ સમર્થન મળ્યું છે." ટ્રંપે ઉત્તર કોરિયા બાબતે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને જાપાનના વડાપ્રધાન શિંજો આબેથી મળી રહેલ સહયોગની પણ પ્રશંસા કરી હતી. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેમને આ બેઠક માટે ચીન અને જાપાનના નેતાઓ પાસેથી પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.
  Published by:Mujahid Tunvar
  First published: