કાશ્મીર અંગે ટ્રમ્પનું નિવેદન સાચું હોય તો PM મોદીએ દેશને દગો દીધો : રાહુલ

News18 Gujarati
Updated: July 23, 2019, 4:11 PM IST
કાશ્મીર અંગે ટ્રમ્પનું નિવેદન સાચું હોય તો PM મોદીએ દેશને દગો દીધો : રાહુલ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ફાઇલ તસવીર

રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું કે, "એક નબળા વિદેશ મંત્રાલયનો ખુલોસા પૂરતો નથી. પીએમએ રાષ્ટ્રને જવાબ આપવો જોઈએ કે ટ્રમ્પ સાથેની બેઠકમાં શું થયું હતું."

  • Share this:
કાશ્મીર મુદ્દાને લઈને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કરવામાં આવેલા દાવા બાદ સંસદમાં હંગામો થયો હતો. આ દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી ચુકેલા રાહુલ ગાંધીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના દાવાને લઈને વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે કે, "જો ટ્રમ્પનો દાવો સાચો હોય તો પીએમ મોદીએ ભારતના હિત અને 1972ના શિમલા કરારને દગો આપ્યો છે. આ અંગે વિદેશ મંત્રાલયનો ખુલાસો પૂરતો નથી. આ અંગે વડાપ્રધાન મોદીએ જવાબ આપવો જોઈએ."

રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું કે, "એક નબળા વિદેશ મંત્રાલયનો ખુલોસા પૂરતો નથી. પીએમએ રાષ્ટ્રને જવાબ આપવો જોઈએ કે ટ્રમ્પ સાથેની બેઠકમાં શું થયું હતું."

ટ્રમ્પનું નિવેદન


ખોટા નિવેદનો માટે હંમેશા ચર્ચામાં રહેતા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન સાથે મીડિયાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન કાશ્મીર મુદ્દા અંગે પૂછાયેલા એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીને તેમને કાશ્મીર મુદ્દા અંગે મધ્યસ્થા કરવાનું સૂચન આપ્યું હતું. ટ્રમ્પે કહ્યું, "હું બે અઠવાડિયા પહેલા વડાપ્રધાન મોદી સાથે હતો, અમે આ વિષય (કાશ્મીર) પર વાત કરી હતી. તેમણે કહ્યું કે શું આ મુદ્દે તેઓ મધ્યસ્થતા કરવા માંગશે? મેં કહ્યું, કયા? (મોદીએ કહ્યું), કાશ્મીર."

વિદેશ મંત્રાલયનો ખુલાસો

ભારતના વિદેશ મંત્રાલયે અમેરિકાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે કરેલા નિવેદન પર સ્પષ્ટતા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટ કરીને લખ્યું કે, "કાશ્મીર મુદ્દે ભારતને કોઈ ત્રીજા પક્ષકારની મધ્યસ્થતા મંજૂર નથી. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે પાકિસ્તાન સાથે ફક્ત દ્વિપક્ષિય વાર્તાલાપ થશે."

હાલ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન વ્હાઇટ હાઉસમાં યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરતા તેમણે કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવાની ઓફર કરી હતી. ઇમરાન ખાનની વિનંતી પર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ આ મુદ્દે મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે, સાથે સાથે તેમણે એવું પણ કહ્યું કે પીએમ મોદીએ તેમને મધ્યસ્થતા કરવા કહ્યું છે.

વ્હાઇટ હાઉસે કર્યો ખુલાસો

ટ્રમ્પના આવા વિવાદિત નિવેદન પર વ્હાઇટ હાઉસ પ્રવક્તાએ પણ સ્પષ્ટતા કરી હતી. આ અંગે સવાલ કરવામાં આવતા વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ કહ્યુ કે, "કાશ્મીર ભારત-પાકિસ્તાનનો વચ્ચેનો મુદ્દો છે. બંને દેશ અસરપરસ વાતચીતથી તેનું સમાધાન લાવે તો અમે તેનું સ્વાગત કરીશું, આ માટે અમેરિકા સહકાર આપવા માટે તૈયાર છે."
First published: July 23, 2019, 4:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading