કલ્પના ચાવલા લાખો અમેરિકન છોકરીઓ માટે પ્રેરણાસ્ત્રોત: ટ્રમ્પ 

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્હયું કે, અવકાશ વિજ્ઞાની અને એસ્ટ્રોનોટ સ્વ. કલ્પના ચાવલા લાખો અમેરિકન છોકરીઓ માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે આ વાત કરી હતી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્હયું કે, અવકાશ વિજ્ઞાની અને એસ્ટ્રોનોટ સ્વ. કલ્પના ચાવલા લાખો અમેરિકન છોકરીઓ માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે આ વાત કરી હતી

  • Share this:
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્હયું કે, અવકાશ વિજ્ઞાની અને એસ્ટ્રોનોટ સ્વ. કલ્પના ચાવલા લાખો અમેરિકન છોકરીઓ માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે આ વાત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે ચાવલાની હિંમત અને પેશન લાખો અમેરિકન છોકરીઓને પ્રેરણા આપી રહી છે. કલ્પના ચાવલા એ દરેક અમેરિકન છોકરીને પ્રેરણાસ્ત્રોત છે જે એસ્ટ્રોનોટ બનવા માંગે છે.  એશિયાઇ મૂળના લોકોના સન્માન માટે યોજાયેલા એક કાર્યક્રમમાં અમેરિકન પ્રમુખે આ વાત કરી હતી.  અમેરિકામાં મે મહિનાને એશિયન અમેરિકન અને પેશિફિક આયલેન્ડર હેરિટેજ મહિના તરીકે ઉજવવામાં આવે છે.


ટ્રમ્પે કહ્યુ કે, આ મહિનાની ઉજવણી દરમિયાન આપણે આ દેશમાંથી અમેરિકામાં આવીને તેમણે કરેલા પ્રદાનની નોંધ લઇએ છીએ. આ લોકોએ દેશના ઉદ્યોગો, લશ્કરની પાંખો, રાષ્ટ્રિય સલામતી ક્ષેત્રે આપેલા યોગદાનની વાત કરીએ છીએ. એશિયન-અમેરિકન


લોકોએ આપેલા યોગદાનને લીધે આપણો દેશ વિવિધ પ્રકારના ઇનોવેશન અને સમાજની પ્રગતિને પામી શકી છે.


કલ્પના ચાવલાનો જન્મ ભારતના પંજાબ રાજ્યમાં થયો હતો અને એરોનોટિકલ એન્જિનિયરીંગનો પંજાબમાં અભ્યાસ કર્યા બાદ તે અમેરિકા સ્થળાતંરિત થઇ હતી. કલ્પના ચાવલા 2003ની સાલમાં એક સ્પેશ મીશનમાં હતા અને આ સ્પેશ શટલ પૃથ્વી પર પરત  ફરી રહ્યુ હતુ ત્યારે તૂટી પડતા તેમનું મૃત્યુ થયું હતું.


અમેરિકાના પ્રમુખે કહ્યુ કે, ઇન્ડિયન અમેરિકન કલ્પના ચાવલા એ પહેલી ભારતીય મૂળની મહિલા હતી કે જેણે સ્પેશમાં ગઇ હતી અને અમેરિકા માટે પ્રેરણા બની હતી.
First published: