અમેરિકાએ લગાવ્યા ઇરાન પર તમામ પ્રતિબંધ, હવે ભારત પર શું થશે અસર ?

News18 Gujarati
Updated: November 5, 2018, 8:47 PM IST
અમેરિકાએ લગાવ્યા ઇરાન પર તમામ પ્રતિબંધ, હવે ભારત પર શું થશે અસર ?
ટ્રેડ વોરની વચ્ચે અમેરિકાએ ઇરાન પર અનેક પ્રકારના આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે, જે સોમવારે મોડી રાતથી લાગુ થઇ ગયા છે.

ટ્રેડ વોરની વચ્ચે અમેરિકાએ ઇરાન પર અનેક પ્રકારના આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે, જે સોમવારે મોડી રાતથી લાગુ થઇ ગયા છે.

  • Share this:
ટ્રેડ વોરની વચ્ચે અમેરિકાએ ઇરાન પર અનેક પ્રકારના આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે, જે સોમવારે મોડી રાતથી લાગુ થઇ ગયા છે. ઇરાનને ડર છે કે, આ પ્રતિબંધો બાદ રોજિંદું જીવન પહેલાં કરતા વધુ મુશ્કેલ બની જશે. અમેરિકા દ્વારા લગાવેલા પ્રતિબંધ હેઠળ ઇરાનમાં સોમવારે મોડી રાતથી કાચા માલની સમસ્યા ઉભી થવાના કારણે ઉદ્યોગ-ધંધા ઠપ થઇ શકે છે. લાઇફ-સેવિંગ દવાઓની ખરીદી મુશ્કેલ બની છે. તો બીજી બાજુ ઇરાનમાં કુદરતી તેલના ભંડારો આવેલા છે, આ ભંડારો દુનિયાના અનેક દેશો ખરીદી રહ્યાં છે, એવામાં જો ઇરાને કુદરતી તેલના ભાવ વધાર્યા તો તેની અસર આવનારા દિવસોમાં અન્ય દેશોમાં વર્તાઇ શકે છે.

પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 5 નવેમ્બરના રોજ ઇરાનની વિરૂદ્ધ તમામ પ્રતિબંધ ફરીથી લાગુ કરી દેવામાં આવશે, જેને પરમાણુ સમજૂતીના કારણે હટાવી દેવામાં આવ્યા હતા. ઇરાનની સાથે પરમાણુ સમજૂતીથી અલગ થયા બાદ ટ્રમ્પે તમામ દેશોને ઇરાન સાથે ક્રૂડની આયાત બંધ કરવા અથવા પ્રતિબંધોનો સામનો કરવાની ચેતવણી આપી હતી. ઇરાનની એક સ્કૂલમાં અભ્યાસ કરનારા પેચમાન સરફનેજાદ કહે છે કે, હું કલ્પના નથી કરી શકતો કે આટલી ઝડપથી કિંમતો વધશે. મને ચિંતા છે અને સમજણ નથી પડી રહી કે હું શું કરું! અમે બાળકો માટે ચોખા ખરીદવા માટે પણ સક્ષમ નથી અને ભાડું પણ નથી આપી શકતા.

અમેરિકાએ ભારત સહિત આઠ દેશોને ઇરાન પાસેથી તેલ ખરીદવાની છુટ આપી છે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ જાહેરાત કરી છે કે ભારત, જાપાન, ચીન, ઇટાલી, ગ્રીસ, તુર્કી, તાઇવાન અને દક્ષિણ કોરિયા ઉપર તેલ ન ખરીદવાના આદેશને પાછો લઈ લેવામાં આવ્યો છે.

અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે આ દેશોને અસ્થાયી રાહત આપવામાં આવી છે. આ દેશોએ અમેરિકાના પ્રતિબંધપછી તેલ ખરીદવામાં ઘણી કાપ કરી હતી. જોકે આ સાથે તેમણે કહ્યું હતું કે ઇરાન ઉપર દબાણ બનાવવા અમેરિકા દરેક પ્રયત્ન કરશે. ઇરાન પાસેથી તેલ ખરીદનાર યુરોપ, એશિયા અને અન્ય દેશો પર દંડ પણ નક્કી કરવામાં આવ્યો છે.

ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડન્ટ બરાક ઓબામાના અંતિમ કાર્યકાળમાં અમેરિકા અને ઇરાનની વચ્ચે આ પરમાણુ ડીલ થઇ હતી. આ ડીલમાં સુરક્ષા પરિષદના સ્થાયી સભ્યો જેમ કે, ચીન, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ અને રશિયા પણ સામેલ છે. આ સિવાય કેટલાંક અસ્થાયી સભ્ય જર્મની પણ આ ડીલમાં સહયોગી છે. ઓબામા એડમિનિસ્ટ્રેશને 2015માં ઇરાનની સાથે આ ડીલ કરી હતી.

ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ઇરાન પર લગાવેલા પ્રતિબંધ બાદ આ એશિયન મુલ્ક માટે વિશ્વ બે ભાગમાં વહેંચાઇ ગયો છે. પૂર્વમાં યુરેનિયમ સમૃદ્ધિ કાર્યક્રમો પર પ્રતિબંધ નહીં લગાવવાના કારણે ઇરાન પર લગાવેલા પ્રતિબંધોનું આખા વિશ્વએ સમર્થન કર્યુ હતું. જો કે, આ વખતે સ્થિતિ એવી નથી. યુરોપિયન યુનિટને કહ્યું કે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને લગાવેલા પ્રતિબંધો બાદ પણ ઇરાનની સાથે કાયદાકીય રીતે થતી વ્યાવસાયિક સમજૂતી યથાવત રહેશે. ભારત સહિત આઠ એવા દેશ છે જે અમેરિકન પ્રતિબંધો બાદ પણ તહેરાનની સાથે વ્યાવસાયિક સંબંધોને પુરાં નહીં કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. આ તમામ દેશોનું કહેવું છે કે, જો ઇરાનથી તેલની આયાત પર અચાનક જ આ પ્રકારના પ્રતિબંધ લગાવી દીધા તો તેનાથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતોનું સંતુલન બગડી જશે.ઇરાન પર અસર?

અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યા બાદ કેટલીક કંપનીઓએ ભારે પેનલ્ટીથી બચવા માટે ઇરાન સાથે તેલ આયાત બંધ કરી દીધી છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને વિશ્વને ચેતવણી આપતા કહ્યું કે, જે દેશ ઇરાન સાથે વેપાર કરવા ઇચ્છે છે, તેણે યાદ રાખવું જોઇએ કે તેહરાન સાથે બિઝનેસ સંબંધ રાખનારા દેશ અમેરિકાની સાથે વેપાર નથી કરી શકતા. પ્રતિબંધોની અસર ઇરાન પર હવે જોવા મળી રહી છે, ત્યાં જરૂરી ચીજવસ્તુઓની ઉણપ જોવા મળી રહી છે. લાઇફ-સેવિંગ માટે જરૂરી દવાઓને સ્ટોક પૂર્ણ થવાના પણ સમાચાર છે. તેમ છતાં ઇરાનમાં હાલ સત્તારૂઢ પાર્ટી અમેરિકન પ્રતિબંધોની સામે લડી લેવાના સંકેત આપી રહી છે.
First published: November 5, 2018
વધુ વાંચો
अगली ख़बर