Home /News /national-international /

કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી આ વાત, જાણો કઈ રીતે 14 વર્ષ બાદ પોતાના અસલી માં-બાપ પાસે પહોંચ્યો યુવક

કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી આ વાત, જાણો કઈ રીતે 14 વર્ષ બાદ પોતાના અસલી માં-બાપ પાસે પહોંચ્યો યુવક

Stroy of Adopted Child: લગભગ 14 વર્ષ પહેલા એક બાળક રસ્તા પર રખડતું જોવા મળ્યું હતું, જેને ટ્રક ડ્રાઈવર રામસનેહી પોતાની સાથે લાવીને પત્ની કુંતીને સોંપ્યું હતું. ત્રણ મહિના પૂર્વ અજય અચાનક તેના પરિવાર છોડીને ક્યાંક ચાલ્યા ગયો...

Stroy of Adopted Child: લગભગ 14 વર્ષ પહેલા એક બાળક રસ્તા પર રખડતું જોવા મળ્યું હતું, જેને ટ્રક ડ્રાઈવર રામસનેહી પોતાની સાથે લાવીને પત્ની કુંતીને સોંપ્યું હતું. ત્રણ મહિના પૂર્વ અજય અચાનક તેના પરિવાર છોડીને ક્યાંક ચાલ્યા ગયો...

  દ્વાપર યુગની જેમ કળયુગમાં પણ એક માં યશોદા (Ma Yashoda) છે કે જેને રસ્તા રઝળતા એક બાળકને અપનાવ્યો (Adopted Child). નાનપણથી લઈને યુવાની સુધી ન માત્ર તેનું ભરણ પોષણ કર્યું પરંતુ તેની તમામ જરૂરિયાતો પૂરી કરી અને તેના લગ્ન પણ કરાવ્યા. પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી આ યુવાન પોતાની પાલક માતાને છોડીને પોતાની સગી જનેતા (Biological Mother) પાસે જતો રહ્યો છે. ત્રણ ત્રણ મહિના બાદ પણ આ પાલક માતાના આંસુ સુકાતા નથી

  આ વાત છે બિહાર (Bihar) ના પશ્ચિમ ચંપારણ (Champaran) જિલ્લાના ધનહા પોલીસ સ્ટેશનમાં સ્થિત દૌનાહન ગામની. આ ગામની રહેવાસી રામસનેહી ગોંડના લગ્ન લગભગ 18 વર્ષ પહેલા કુંતી સાથે થયા હતા. જ્યારે લગ્ન થયાં ત્યારે રામસ્નેહી ગોંડ હરિયાણાના સોનીપતમાં ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતાં હતા.

  લગ્નના થોડા દિવસો પછી રામસનેહી તેની પત્ની કુંતીને પણ પોતાની સાથે સોનીપત લઈ ગયા. લગભગ 14 વર્ષ પહેલા એક બાળક રસ્તા પર રખડતું જોવા મળ્યું હતું, જેને રામસનેહી પોતાની સાથે લાવીને કુંતી પાસે રાખ્યું હતું.

  આ પણ વાંચો:  USA Accident : અમેરિકામાં ગમખ્વાર અકસ્માત, 50થી વધુ વાહનો અથડાયા, વીડિયો થયો વાયરલ


  પતિ ટ્રક ચલાવતો હતો


  બાળકે પોતાનું નામ અજય જ આપ્યું હતું. ન તો તેણે પોતાનું સરનામું જણાવ્યું કે ન તો તેના પરિવારના સભ્યોના નામ, ત્યારબાદ કુંતીએ આ બાળકને દત્તક લીધું અને તેનો ઉછેર કરવાનું શરૂ કર્યું. પતિ આખો દિવસ ટ્રક ચલાવતો હતો, જેના કારણે કુંતી એકલતાથી પીડાતી હતી. અજયના આગમનથી કુંતીના જીવનમાંથી એકલતા દૂર થવા લાગી, અજયને પણ માઁ ની મમતા મળી.

  અજયના ઘરે આવ્યાના 2 વર્ષ પછી કુંતીને થયા બાળકો


  કુંતી સાથે અજયના આગમનના લગભગ બે વર્ષ પછી કુંતીને ત્રણ બાળકો થયા. લોકો કહે છે કે કુંતી માતા બન્યા પછી પણ અજયે થોડો પણ પ્રેમ ગુમાવ્યો નથી. કુંતી અજયને પુત્રની જેમ પ્રેમ કરતી અને સ્નેહ કરતી. આજે પણ તે અજયને તેના સગા બાળકો જેટલો જ પ્રેમ આપે છે.

  કુંતી જણાવે છે કે ત્રણ મહિના પૂર્વ અજય અચાનક તેના પરિવાર અને બાળકોને છોડીને ક્યાંક ચાલ્યા ગયો. બધાને અજયની ચિંતા થવા લાગી પણ બે-ત્રણ દિવસ પછી અજયનો ફોન આવ્યો. તેણે કહ્યું કે હું ઠીક છું, હું મારા માતા-પિતાને શોધવા આવ્યો છું.

  અજયે કહ્યું હતું કે અચાનક તેની યાદશક્તિ ઊંઘમાં પાછી આવી ગઈ હતી. તેના ગામનું નામ, પોલીસ સ્ટેશનનું નામ અને તેના માતા પિતાનું નામ યાદ આવવા લાગ્યું. આ ઘટનાના થોડા દિવસો પછી અજય કુંતી પાસે પાછો આવ્યો અને પછી તેની પત્ની અને બાળક સાથે નવાદા ગયો.

  આ પણ વાંચો:  ‘Call It Out’: નેટવર્ક 18 અને ટ્રૂકોલર મહિલાઓની ઓનલાઇન સુરક્ષા પર કાર્યક્રમ આયોજિત કરશે

   પુત્રની યાદ હજુ પણ સતાવે છે


  અહીં કુંતી આજે પણ પોતાના દત્તક પુત્ર અજયને યાદ કરે છે. જો કે દરરોજ ફોન પર એકવાર વાત થાય છે. આમ છતાં અજયને જોવા માટે માઁની આંખો આતુર છે. હાલમાં કુંતીના ઘરે લગ્નનો પ્રસંગ છે. અજયે તેમાં આવવાનું કહ્યું, જેની કુંતી આતુરતાથી રાહ જોઈ રહી છે.
  Published by:Rahul Vegda
  First published:

  આગામી સમાચાર