ટ્રક અને બસ ઓપરેટર્સ સંગઠન પોતાની જૂની માંગની સાથે 20 જુલાઈ એટલે કે, આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે. ટ્રક ઓપરેટર્સની આ હડતાલથી બુધવારે તમામ મોટા શહેરના સપ્લાય કેન્દ્રો પર નવું લોડિંગ અને બુકિંગ બંધ થઈ જશે. તમને જણાવી દઈએ કે, શુક્રવારથી લગભગ 90 લાખ ટ્રક અને 50 લાખ બસના પૈડા થંભી જશે. આ પહેલા હડતાલની ધમકી બાદ સરકારે ટ્રાંસપોર્ટર્સોને મનાવવા માટે કેટલીક ઓફર કરી કરી.
આ મામલે સરકારી સૂત્રોનું કહેવું છે કે, સરકાર હજુ ટ્રાંસપોટર્સોને મનાવવાનો પ્રયાસ કરી રહી છે, અને સંભવ છે કે, આજે મોડી સાંજ સુધી સહમતિ બની જાય. બે દિવસ પહેલા જ ટ્રાંસપોટર્સ મંત્રાલયે લોડિંગ મર્યાદાને વધારવાથી લઈ બે ડ્રાઈવર્સની અનિવાર્યતા, ફિટનેસ સર્ટીફિકેટ અને ઓવરલોડિંગ પર કેટલીક રાહત આપી છે.
તમારા પર થશે આ અસર ટ્રાક હડતાલની સીધી અસર સામાન્ય માણસ પર થાય છે, કારણ કે ટ્રક હડતાલથી દૂધ-શાકભાજી અને બાકી સામાનોનું સપ્લાય બંધ થઈ જાય છે. એવામાં ડિમાન્ડ વધી જાય છે અને સપ્લાય ઘટી જાય છે. જેથી સામાન્ય પ્રજાએ કેટલીક વસ્તુઓના વધારાના પૈસા ચુકવવા પડે છે.
આ છે ટ્રાંસપોટર્સની માંગ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, ડીઝલની કિંમતોને જીએસટી હેઠળ લાવવામાં આવે, અથવા હાલના સમયમાં તેના પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ટેક્સ ઓછો લેવામાં આવે.
ટોલ કલેક્શન સિસ્ટમને પણ બદલવામાં આવે, કારણ કે ટોલ પ્લાઝા પર ઈંધણ અને સમયના નુકસાનથી વર્ષે 1.5 લાખ કરોડનું નુકશાન થાય છે.
થર્ડ પાર્ટી વીમા પ્રીમીયમ પર જીએસટીની છૂટ મળે અને આમાં એજન્ટને મળતું કમીશન પણ ખતમ કરવામાં આવે.
ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 44AEમાં પ્રિઝેંટિવ ઈન્કમ હેઠળ લાગનાર ટીડીએસને બંધ કરવામાં આવે અને ઈ-વે બિલમાં સંશોધન થાય
ટ્રાંસપોર્ટ મંત્રી નિતિન ગડકરીએ મીડિયા સાથે વાતચીતમાં એ વાતનો સંકેત આપ્યો કે, બે ડ્રાઈવર રાખવાની અનિવાર્યતામાં રાહત આપવામાં આવી શકે છે. જ્યારે ફિટનેસની વાત કરીએ તો, દર વર્ષને બદલે બે વર્ષ કરવાની રાહત આપવામાં આવી શકે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર