કેરીનો માલ લઈને જતાં પિકઅપ ડાલાને ટ્રકે મારી જોરદાર ટક્કર, બે લોકોનાં મોત

ટ્રકે જોરદાર ટક્કર મારતાં પિકઅપ ડાલામાં ભરેલી કેરીઓ હાઇવે પર વેરાઈ ગઈ, ઘટનાસ્થળે જ ડ્રાઇવર અને હેલ્પરનું મોત

ટ્રકે જોરદાર ટક્કર મારતાં પિકઅપ ડાલામાં ભરેલી કેરીઓ હાઇવે પર વેરાઈ ગઈ, ઘટનાસ્થળે જ ડ્રાઇવર અને હેલ્પરનું મોત

 • Share this:
  સુનીલ જિંદલ, સોનીપત. હરિયાણા (Haryana)ના સોનીપત (Sonipat) જિલ્લાના ગોહનામાં રોહતક-પાણીપત હાઇવે પર જોરદાર માર્ગ અકસ્માત (Road Accident) થયો જેમાં બે લોકોનાં કરૂણ મોત થયા છે. મૂળે, કેરીનો માલ લઈને જતા પિકઅપ ડાલાનું ટાયર પંચર થઈ ગયું હતું. ડ્રાઇવરે પિકઅપનું ટાયર બદલવા માટે તેને રસ્તા કિનારે પાર્ક કરી દીધું. આ દરમિયાન પાછળથી આવી રહેલી ઓવરસ્પીડ ટ્રકે પિકઅપ ડાલાને જોરદાર ટક્કર (Truck-Pickup Accident) મારી દીધી. અકસ્માત એટલો જોરદાર હતો કે પિકઅપ ડાલાના ડ્રાઇવર અને હેલ્પરનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. ટક્કર એટલી જોરદાર હતી કે પિકઅપમાંથી કેરીએ હાઇવે પર ફેલાઈ ગઈ હતી.

  બીજી તરફ, દુર્ઘટના બાદ ટ્રકનો ડ્રાઇવર ટ્રકને ત્યાં જ છોડીને ફરાર થઈ ગયો છે. ઘટનાસ્થળે હાજર લોકોએ અકસ્માતની જાણ પોલીસ (Police)ને કરી. સૂચના મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવવા માટે ગોહાનાની સિવિલ હૉસ્પિટલમાં મોકલી આપ્યા. પોલીસે આરોપી ટ્રક ડ્રાઇવરની વિરુદ્ધ કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

  આ પણ જુઓ, પીળી સાડી પહેરી યુવતીઓએ કર્યો O Saki Saki પર ધમાકેદાર ડાન્સ, વીડીયો જોઈને તમે પણ કહેશો- WOW!

  પિકઅપ ડાલાના ડ્રાઇવર અને હેલ્પરનું મોત

  આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકોની ઓળખ સંજય અને સોમબીર તરીકે થઈ છે. મૃતકોના સાથી ડ્રાઇવરે જણાવ્યું કે અમે એક સાથે ગાડી લઇને નીકળ્યા હતા. ગોહાનાની પાસે પિકઅપ ડાલાનું ટાયર પંચર થવાના કારણે તેને સાઇડમાં ઊભું કરી દીધું હતું. ત્યારે પાછળથી એક ઓવરસ્પી ડ ટ્રકે ટક્કર મારી દીધી.

  આ પણ જુઓ, PHOTOS: કરનાલમાં 14 વર્ષની કિશોરીને Cobra કરડ્યો, ઝાડફૂંક દરમિયાન થયું મોત


  આરોપી ટ્રક ડ્રાઇવર ફરાર

  આ ઘટના આજે સવારે સાડા પાંચ વાગ્યે બની છે. પાછળથી ટક્કર વાગવાથી પિકઅપ ડાલાના ડ્રાઇવર અને હેલ્પરનું મોત થયું છે. સંજય પિકઅપનો ડ્રાઇવર હતો અને સોમબીર હેલ્પર હતો. ટ્રક ડ્રાઇવર ટક્કર માર્યા બાદ ટ્રકને ચાલુ હાલતમાં રાખીને ફરાર થઈ ગયો. પોલીસે આરોપી ટ્રક ડ્રાઇવરની વિરુદ્ધ કેસ નોંધી તેની શોધખોળ શરુ કરી દીધી છે.
  Published by:Mrunal Bhojak
  First published: