કોહિમાઃ એવું કહેવામાં આવે છે કે જો કોઈ કામ સાથે મળીને કરવામાં આવે તો કોઈ પણ કઠીન કામ પાર પડી શકે છે. આવો જ એક દાખલો નાગાલેન્ડ (Nagaland)ના એક ગામમાં જોવા મળ્યો છે. ગામ લોકોના આ અદ્ભૂત કારનામાનો વીડિયો હાલના દિવસોમાં સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોને જોયા બાદ દરેક વ્યક્તિ ગામના લોકોનો ઉત્સાહ, તેમની તાકાત અને એકજૂથતાની ભાવનાના વખાણ કરતા થાકતા નથી.
નોંધનીય છે કે, નાગાલેન્ડ રાજ્યના એક ગામમાં ટ્રક અનિયંત્રિત થઈને રસ્તાથી ખીણ પડી ગઈ હતી. ત્યારબાદ આ ટ્રકને ખીણથી બહાર કાઢવા માટે સમગ્ર ગામ લાગી ગયું હતું. ગામ લોકોએ દોરડાની મદદથી ટ્રકને પહેલા મજબૂતીથી બાંધી. ત્યારબાદ તમામ ગામ લોકોએ મળીને ટ્રકને ખીણમાંથી બહાર ખેંચી લીધી. ટ્રકને ખીણથી બહાર લાવવામાં ગામના લગભગ 100 લોકો લાગ્યા હતા.
આ પણ જુઓ, PHOTOS- હિન્દુ મહાસભાએ ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેના નામ પર શરૂ કર્યું સ્ટડી સેન્ટર
નાગાલેન્ડ રાજ્ય (Nagaland State)ના ગામનો આ વીડિયો @MmhonlumoKikon નામના યૂઝરે સોશિયલ મીડિયા (Social Media) પર શૅર કર્યો છે. મળતી માહિતી મુજબ ટ્રક (Truck)ને બહાર કાઢવા માટે વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ક્રેન (Crane)ની વ્યવસ્થા નહોતી. ક્રેન ન હોવાના કારણે ગામ લોકોએ ટ્રકને બહાર કાઢવાની જવાબદારી ઉપાડી લીધી અને આ કારનામો કરી દર્શાવ્યો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી.
આ પણ વાંચો, SBIએ કરોડો ગ્રાહકોને આપી ખુશખબરી! FD વ્યાજ દરમાં વધારો, ચેક કરો Latest Rates
ટ્રકને ખીણમાંથી ખેંચવા દરમિયાન ગામ લોકોએ ખાસ પ્રકારનો ઉત્સાહ વધારનારા શબ્દો પણ બોલી રહ્યા હતા. આ વીડિયોને અત્યાર સુધી 24 હજારથી વધુ લોકોએ લાઇક કર્યો છે. બીજી તરફ 5 હજારથી વધુ લોકોએ તેને રિટ્વીટ કર્યો છે.
Published by:Mrunal Bhojak
First published:January 11, 2021, 11:14 am