દર્શન કરીને ઘરે જતા પરિવારને ડમ્પરે કચડ્યા, દંપતીનું મોત, બે બાળકોનો આબાદ બચાવ

યમુનાનગરમાં ડમ્પરે એક બાઇક સવાર દંપતીને કચડી માર્યા

ડમ્પરે બાઇકને પાછળથી ટક્કર મારતાં બાળકો દૂર જઈને પડ્યા પરંતુ દંપતીનું ઘટનાસ્થળે જ મોત થયું

 • Share this:
  યમુનાનગર : હરિયાણા (Haryana)ના યમુનાનગર (Yamunanagar) જિલ્લામાં એક હૃદય કંપાવનારો માર્ગ અકસ્માત (Road accident) સર્જાયો જેમાં એક ઑવરલૉડ ડમ્પરે બાઇક સવાર પતિ પત્નીને કચડી દીધા. દુર્ઘટનામાં બાઇક સવાર દંપતીના બંને બાળકો સુરક્ષિત બચી ગયા પરંતુ પતિ-પત્ની બંનેના ઘટનાસ્થળે જ મોત (death) થઈ ગયા. બીજી તરફ આરોપી ડ્રાઇવર ડમ્પરને ઘટનાસ્થળે જ છોડીને ફરાર થઈ ગયો. પોલીસે ડમ્પરને કબજામાં લીધા બાદ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

  અકસ્માત બાદ ડમ્પરનો ડ્રાઇવર ફરાર

  ઘટના યમુનાનગર જિલ્લાના સાઢૌરાના ગામ સ્મેલપુરની છે, જ્યાં ઑવરલૉડ ડમ્પરે એક બાઇક સવાર પતિ-પત્નીને પાછળથી ટક્કર મારી દીધી. દુર્ઘટનામાં બાઇક સવાર દંપતીના બંને બાળકો ટક્કર વાગતાં જ દૂર જઈને પડ્યા, જ્યારે પતિ-પત્ની બંને ડમ્પરના ટાયર નીચે કચડાઈ ગયા. દુર્ઘટનામાં બંનેના ઘટનાસ્થળે જ મોત થઈ ગયો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ડમ્પરને કબજામાં લીધો પરંતુ ડ્રાઇવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

  દુર્ઘટના બાદ પરિવારમાં ઘેરા શોકનો માહોલ છવાઈ ગયો છે.


  મારકંડામાં દર્શન કરીને પરત ફરી રહ્યો હતો પરિવાર

  મળતી માહિતી મુજબ, શિવકુમાર પોતાની પત્ની શિક્ષાની સાથે મારકંડામાં દર્શન કરવા ગયા હતા. આ દરમિયાન જ્યારે દર્શન કર્યા બાદ તેઓ પોતાના ગામ પીપલી વાલામાં પરત આવી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના થઈ. દુર્ઘટના બાદ પરિવારના સભ્યોમાં ઘેરો શોક છવાઈ ગયો છે. પોલીસે બંને શબોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હૉસ્પિટલ મોકલી આપ્યા હતા અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

  આ પણ વાંચો, ત્રિપુરા: યુવકે મિત્રોની સાથે મળી ગર્લફ્રેન્ડ પર ગેંગરેપ કર્યો, માતાની મદદથી સળગાવીને મારી નાખી
  Published by:Mrunal Bhojak
  First published: