મુંબઈઃ તલોજા જેલમાં બંધ બ્રોડકાસ્ટ ઓડિઅન્સ રિસર્ચ કાઉન્સિલના પૂર્વ સીઈઓ પાર્થો દાસગુપ્તાની (Former Barc CEO Partho Dasgupta) તબિયત લથડ્યા બાદ તેમને જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે હાઈ બ્લડ પ્રેશર અને શ્વાંસ લેવામાં તકલીફની ફરિયાદના પગલે તેમને જેજે હોસ્પિટલ લઈ જવાયા હતા. અત્યારે પાર્થો દાસગુપ્તા ડોક્ટરોની દેખરેખ હેઠળ છે.
બાર્કના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી પાર્થો દાસગુપ્તાને ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ્સ કૌંભાડના મુખ્ય આરોપી ગણવામાં આવી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે પોતાના પૂરક આરોપપત્રમાં જણાવ્યું હતું કે પાર્થો દાસગુપ્તાએ એઆરજી આઉટલાયર કંપનીના નિદેશક અને રિપબ્લિક ચેનલના મુખ્ય સંપાદક અર્નબ ગૌસ્વામી સાથે મળીને કૌંભાંડને અંજામ આપ્યું હતું.
આ પણ વાંચોઃ-
ઉલ્લેખનીય છે કે મુંબઈની એક સેશન કોર્ટમાં છેલ્લી સુનાવણી દરમિયાન પાર્થો દાસગુપ્તાને અંતરિમ જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. દાસગુપ્તાએ જામનીની અરજી કરતા પોતાની અરજીમાં અદાલતે કહ્યું કે તેમની ઉંમર 55 વર્ષ થઈ ગઈ છેતેઓ મધુમેહ અને બીજી અન્ય બીમારીઓથી પીડિત છે. તેમણે કહ્યું કે તેમના વિરુદ્ધ આરોપ અટકળોના આધારીત છે.
TRP કૌંભાડનો મામલો ગત ઓક્ટોબરે સામે આવ્યો હતો. હવે બાર્કે હંસ રિસર્ચ ગ્રૂપના માધ્યમ સાથે ફરિયાદ કરી આરોપ લગાવ્યો હતો કે કેટલીક ચેનલ, ટેલિવિઝન રેટિંગ પોઈન્ટમાં કૌંભાડ કરી રહી છે.