નવી દિલ્હી : ઉત્તરાખંડના (Uttarakhand) મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે (trivendra singh rawat)મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સાંજે રાજભવન પહોંચીને સીએમ રાવતે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું છે. રાજીનામું આપ્યા પછી રાવતે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું હતું કે પાર્ટીએ મને ચાર વર્ષ સુધી આ રાજ્યની સેવા કરવાની તક આપી. મેં ક્યારેય પણ વિચાર કર્યો ન હતો કે મને આવી તક મળશે. પાર્ટીએ હવે નિર્ણય કર્યો છે કે સીએમના રૂપમાં સેવા કરવાની તક હવે કોઈ બીજાને આપવી જોઈએ. રાવતે કહ્યું કે આ ભાજપામાં જ સંભવ હતું કે મારા જેવા નાના ગામના સાધારણ કાર્યકર્તાને આટલું સન્માન આપ્યું અને ચાર વર્ષ સુધી મને રાજ્યની સેવા કરવાની તક આપી.
રાવતે કહ્યું કે પાર્ટીએ મારા જેવા નાના કાર્યકર્તાને રાજ્યના મુખ્યમંત્રીની જવાબદારી આપી હતી. હવે પાર્ટીની ઇચ્છા છે કે ચાર વર્ષ પછી આ જવાબદારી હું કોઈ બીજાને આપી દઉં. જેથી હું પોતાના પદથી હટી ગયો. મેં પોતાના કાર્યકાળમાં મહિલાઓ, ખેડૂતો માટે નવા નવા કામ કર્યા છે. પોતાના કાર્યકાળમાં મહિલા સશક્તિકરણ માટે ઘણા કામ કર્યા છે. મારા ચાર વર્ષના કાર્યકાળમાં ફક્ત નવ દિવસ બાકી છે. આ પૂરા કાર્યકાળમાં મેં પોતાની તરફથી રાજ્યની ભલાઇ માટે કાર્ય કર્યા છે.
રાવતે કહ્યું કે કાલે પાર્ટી મુખ્યાલય પર 10 વાગે પાર્ટી વિધાનમંડળની બેઠક છે. જેમાં નવા સીએમનો નિર્ણય કરવામાં આવશે. તેમણે રાજીનામાના એક સવાલના જવાબમાં કહ્યું કે સામૂહિક નિર્ણયથી પાર્ટીએ ફેંસલો કર્યો છે. સારો જવાબ જાણવા માટે તમારે દિલ્હી જવું પડશે.
ઉત્તરાખંડમાં કેટલાક દિવસોથી ચાલી રહેલ નેતૃત્વ પરિવર્તનનું સંકટ હવે સમાપ્ત થતું જોવા મળી રહ્યું છે. પ્રથમ વખત ધારાસભ્ય બનનાર ધન સિંહ રાવત આગામી મુખ્યમંત્રી બની શકે છે. તેમની સાથે પુષ્કર સિંહ ધામીને ડિપ્ટી સીએમની જવાબદારી આપવામાં આવી શકે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર