ત્રિપુરા : ત્રિપુરા વિધાનસભાના અધ્યક્ષ રતન ચક્રવર્તીએ તાજેતરમાં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાનારા ભાજપના ધારાસભ્ય આશિષ દાસને નોટિસ ફટકારીને પૂછ્યું છે કે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ તેમની સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ. વિધાનસભાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, દાસને 28 ઓક્ટોબરે નોટિસ જારી કરવામાં આવી હતી અને સાત દિવસની અંદર જવાબ આપવા કહેવામાં આવ્યું છે.
વિધાનસભા અધ્યક્ષે પીટીઆઈ ભાષામાં જણાવ્યું હતું કે, 'જો તેમનો જવાબ નિર્ધારિત સમયમાં નહીં આવ્યો તો તેમને હાજર થવા માટે કહેવામાં આવશે અને તેમની સામે કાર્યવાહી કરી શકાય છે.' દાસે ઓક્ટોબરમાં કોલકાતાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી બિપ્લબ દેબની કાર્યશૈલીની ટીકા કરી હતી અને સત્તાધારી ભાજપની પ્રવૃત્તિઓની ટીકા કરી હતી.
આશિષ દાસે ભાજપના ધારાસભ્ય પદેથી નથી આપ્યુ રાજીનામું તેમણે માથું મુંડન કર્યા બાદ અને કોલકાતાની ગંગા નદીમાં ડૂબકી લગાવ્યા બાદ ભાજપ છોડી દીધું હતું. જોકે તેમણે ભાજપના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું નથી.
દાસ અહીં 31 ઓક્ટોબરે તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થયા હતા. દાસ 31 ઓક્ટોબરે તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થયા હતા. રવિવારે એક મેગા રેલી દરમિયાન તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસની રેલીને સંબોધિત કરી હતી.
ત્યારે ભાજપ પર પ્રહાર કરતા બેનર્જીએ કહ્યું હતુ કે, હું ભાજપમાં જોડાવા માટે મમતા બેનર્જી, અભિષેક બેનર્જી અને અન્ય તમામની માફી માંગુ છું. હું ભાજપમાં જોડાવા બદલ શરમ અનુભવું છું અને દોષિત અનુભવું છું. પાર્ટી (તૃણમૂલ) મને જે પણ જવાબદારી આપશે, હું પૂરી ઈમાનદારીથી કામ કરીશ.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર