પૂર્વોત્તરના ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ લગભગ સ્પષ્ટ થઈ ચુક્યા છે, જેમાં ભાજપને ત્રિપુરામાં શાનદાર સફળતા મળી છે, જ્યારે મેઘાલયમાં અને નાગાલેન્ડમાં પણ ભાજપના વોટ શેર વધ્યા છે. આ સફળતાને પગલે પીએમ મોદીએ દિલ્હી સ્થિત દીન દયાલ ઉપાધ્યાય માર્ગ પર સ્થિત બીજેપીના મુખ્ય કાર્યાલય પહોંચ્યા અને કાર્યકર્તાઓને સંબોધ્યા. આ સમયે એક મહત્વની ઘટના પણ બની, જ્યારે પીએમ મોદી સ્પીચ આપતા હતા, તે સમયે આજાન શરૂ થતા પીએમ મોદીએ પોતાની સ્પીચ વચમાં રોકી હતી.
શું કહ્યું PM મોદીએ?
- "અમિત શાહ આ વિજયના શિલ્પી છે"
- પીએમ મોદીએ જીત બદલ કાર્યકરોને પાઠવી શુભકામનાઓ
- "હજારો નિર્દોષ કાર્યકરોએ શહાદત વહોરી"
- "રાજનૈતિક વિરોધને પગલે કાર્યકરોની હત્યા કરાઈ"
- પીએ મોદીએ મૌન પાળી કાર્યકરોને આપી શ્રદ્ધાંજલિ
- "રાજકીય પક્ષોએ પરાજયને પણ પચાવાની તાકાત હોવી જોઈએ"
- "વિપક્ષની માનસિકતા અલોકતાંત્રિક"
- "NO ONE સે WON અને શૂન્યથી શિખર સુધીની યાત્રા"
- "કાલે હોળીના રંગ, આજે કેસરીયાના રંગ"
- "વાસ્તુશાસ્ત્રમાં નોર્થ ઈસ્ટનું મહત્વ સૌથી વધુ"
- "સંગઠનની શક્તિ એ સત્તાનું મુકામ"
- "ભાજપે કોંગ્રેસ કલ્ચરથી સાવધાન રહેવાની જરૂર"
- "કર્ણાટકમાં પણ થશે કોંગ્રેસનો સફાયો"
- "કેટલાક પક્ષમાં પદમાં વધારો થયો, કદમાં ઘટાડો થયો"
- "કોંગ્રેસ પાર્ટીનું કદ આટલું નાનું ક્યારેય નહોતું"
- PM મોદીએ આડકતરી રીતે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન
- "નોર્થ ઈસ્ટ વિકાસના નેતૃત્વ માટે આગળ આવ્યું"
- "ત્રિપુરામાં સૌથી યુવા ટીમ જીતી"
- "લગાતાર 4 વર્ષની મહેનતનું પરિણામ"
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર