સમાચાર એજન્સી ANI સાથે વાતચીતમાં જાદવ લાલ નાથે કહ્યું કે, મને નથી ખબર કે આ કેવી રીતે થયું. હું પોર્ન વીડિયો નહોતો જોતો. મને અચાનક ફોન આવ્યો. જ્યારે મેં ચેક કરવા માટે મોબાઈલ ખોલ્યો તો, વીડિયો ચાલુ થઈ ગયો. મેં વીડિયો બંધ કરવાની કોશિશ કરી, પણ તેને બંધ કરવામાં સમય લાગે છે.
અગરતલા: ત્રિપુરામાં ભાજપ ધારાસભ્ય જાદવ લાલ નાથનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમના પર વિધાનસભાના ચાલુ સત્રમાં મોબાઈલ પર કથિત રીતે એડલ્ટ વીડિયો જોવાનો આરોપ લાગ્યો છે. આ ઘટના બાદ ભાજપના ધારાસભ્યે સ્પષ્ટતા આપી છે. ઉત્તરી ત્રિપુરા જિલ્લાના બાગબાસા મત વિસ્તારના ધારાસભ્ય જાદવ લાલ નાથે દાવો કર્યો છે કે, જ્યારે તેમણે મોબાઈલ પર કોલ રિસીવ કર્યો તો, એડલ્ટ વીડિયો આપોઆપ ચાલુ થઈ ગયો.
સમાચાર એજન્સી ANI સાથે વાતચીતમાં જાદવ લાલ નાથે કહ્યું કે, મને નથી ખબર કે આ કેવી રીતે થયું. હું પોર્ન વીડિયો નહોતો જોતો. મને અચાનક ફોન આવ્યો. જ્યારે મેં ચેક કરવા માટે મોબાઈલ ખોલ્યો તો, વીડિયો ચાલુ થઈ ગયો. મેં વીડિયો બંધ કરવાની કોશિશ કરી, પણ તેને બંધ કરવામાં સમય લાગે છે.
ભાજપના ધારાસભ્યએ એવું પણ કહ્યું કે, તેમણે જાણી જોઈને વીડિયો ચલાવ્યો નથી. મુખ્યમંત્રી અને પાર્ટી અધ્યક્ષ જે નિર્ણય લેશે, તેનો સ્વીકાર કરશે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જાદવ લાલ નાથને મોબાઈલ પર કેટલાય વીડિયો સ્ક્રોલ કરતા અને એક ક્લિપ ધ્યાનથી જોતા જોઈ શકાય છે. આ ક્લિપ એડલ્ટ વીડિયો જેવી દેખાઈ રહી છે. તો વળી બ્રેકગ્રાઉન્ડમાં સ્પીકર અને અન્ય ધારાસભ્યોનો અવાજ સાંભળી શકાય છે. બુધવારે બજેટ સત્રના અંતિમ દિવસે વિધાનસભામાં ચાલી રહેલી કાર્યવાહી દરમ્યાન આ ઘટના ઘટી હતી.
વિપક્ષે પ્રહાર કર્યા
આ ઘટનાથી વિપક્ષમાં આક્રોશ ફેલાઈ ગયો છે. વિપક્ષના ધારાસભ્યો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બિરજીત સિન્હાએ કહ્યું કે, આ ઘટનાથી તમામ ધારાસભ્યોની છબીને નુકસાન પહોંચ્યું છે. ધારાસભ્યને યોગ્ય સજા મળવી જોઈએ. વિધાનસભામાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે, ત્યારે આવા સમયે કોઈ એડલ્ટ ફિલ્મ કેવી રીતે જોઈ શકે, તેવા પણ સવાલો થઈ રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર