Home /News /national-international /

Tripura Migratory Birds Dead: અમેરિકાથી આવતા પક્ષીઓ માટે ત્રિપુરાનું સરોવર બન્યું 'સ્મશાન'

Tripura Migratory Birds Dead: અમેરિકાથી આવતા પક્ષીઓ માટે ત્રિપુરાનું સરોવર બન્યું 'સ્મશાન'

પક્ષીઓના શબને તપાસ માટે અગરતલા (Agartala) મોકલાયા

અમેરિકા (US)ના કેલિફોર્નિયાના 100થી વધુ પ્રવાસી પક્ષીઓ (Migratory Birds) ત્રિપુરાના (Tripura) ગોમતી જિલ્લામાં સ્થિત સુખસાગર તળાવ (Sukhsagar Lake)માંથી મૃત હાલતમાં મળ્યા.

ત્રિપુરાના (Tripura) ગોમતી જિલ્લામાં સ્થિત સુખસાગર તળાવ (Sukhsagar Lake)માંથી અમેરિકાના કેલિફોર્નિયાના 100થી વધુ પ્રવાસી પક્ષીઓ (Migratory Birds) મૃત હાલતમાં મળી આવ્યા છે. વન અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી છે. ગોમતીના ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર મહેન્દ્ર સિંહ અને ઉદયપુર સબ-ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર કમલ ભૌમિકે ગુરુવારે તળાવની મુલાકાત લીધી હતી અને પક્ષીઓના શબને તપાસ માટે અગરતલા (Agartala) મોકલ્યા હતા.

ગોમતીના ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર મહેન્દ્ર સિંહે આ મામલે જણાવ્યું કે,‘તપાસનો આદેશ આપવામાં આવ્યો છે અને પક્ષીઓના મૃતદેહને તપાસ માટે અગરતલા મોકલવામાં આવ્યા છે’ સિંહે કહ્યું. અન્ય વન અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે શિકારીઓએ જંતુનાશકો દ્વારા તળાવના પાણીમાં ઝેર ભેળવ્યું હોઈ શકે છે અને પ્રવાસી પક્ષીઓએ આ પાણી પીધું હોવાના કારણે તેઓના મૃત્યુ થયા હોઇ શકે છે. તેમણે જણાવ્યું કે આ પ્રવાસી પક્ષીઓ છેલ્લા એક દાયકાથી કેલિફોર્નિયાથી અહીં આવે છે.

મૃત પક્ષિઓની સંખ્યા કહેવી મુશ્કેલ

અધિકારીઓએ કહ્યું,‘પક્ષીઓના મૃતદેહ આખા તળાવમાં પથરાયેલા જોવા મળ્યા હતા. જેની ચોક્કસ સંખ્યા જણાવવી મુશ્કેલ છે. જોકે 100થી વધુ પક્ષીઓના મોત થયા હોવાનું જણાય છે. તેના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે તેનું મૃત્યુ જંતુનાશક દવાના કારણે થયું હોઇ શકે.’

ત્યાં જસ્થાનિક લોકોએ દાવો કર્યો હતો કે ઘણા લોકો મૃત પક્ષીઓને ખાવા માટે લઈ ગયા હતા અને રખડતા કૂતરાઓ પણ ઘણા મૃત પક્ષીઓને લઈ ગયા હતા.
Published by:rakesh parmar
First published:

Tags: Birds, Tripura, United states of america

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन