ઉત્તર પૂર્વના ત્રણ રાજ્યો ત્રીપુરા, નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભા ચૂંટણીની મતગમતરી ચાલી રહી છે. ત્રિપુરામાં સીપીએમના અડીખમ ગઢ પર બીજેપીએ હવે કબ્જો જમાવી લીધો છે. બીજેપી શૂન્યમાંથી શિખર સુધી પહોંચી ગઈ છે. આ રાજ્યમાં ગત વિધાનસભા ચૂંટણીમાં એક પણ બેઠક ન જીતી શકનાર ભાજપ આ વખતની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમત સાથે સરકાર બનાવી શકે તેટલી બેઠક મળી છે. બીજેપી એકલા હાથે 35 બેઠક જીતી ગઈ છે. આ સાથે 25 વર્ષથી સત્તામાં રહેલ સીપીએમના હાથમાંથી ત્રીપુરા જતું રહ્યું છે. મહત્વની વાત એ છે કે, કોંગ્રેસ ત્રિપુરામાં એક પણ બેઠક જીતી નથી શકી.
જો નાગાલેન્ડની વાત કરવામાં આવે તો અહીં પણ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. નાગાલેન્ડમાં ભાજપને આ વખતની ચૂંટણીમાં ગત ચૂંટણીના મુકાબલે 9 બેઠક વધારે મળી છે. જ્યારે તેના હરિફ એનપીએફને આ વખતે ગત ચૂંટણીના મુકાબલે 11 બેઠકનું નુકશાન થયું છે. જ્યારે કોંગ્રેસ નાગાલેન્ડમાં પણ એક પણ બેઠક નથી જીતી શકી, ગત ચૂંટણીમાં કોંગ્રેસ પાસે 8 બેઠક પર જીતી હતી.
હવે જો મેઘાલય વિધાનસભા ચૂંટણીના પરિણામની વાત કરીએ તો, મેઘાલયમાં પણ ભાજપના વોટ શેરમાં વધારેો થયો છે. ગત ચૂંટણીમાં ભાજપ પાસે એક પણ બેઠક ન હતી, પરંતુ આ વખતની ચૂંટણીમાં ભાજપે 2 બેઠક પર જીત મેળવી મેઘાલયમાં ખાતુ ખોલાવ્યું છે, આ બાજુ કોંગ્રેસની જો વાત કરીએ તો, કોંગ્રેસને મેઘાલયમાં પણ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસ આ વખતે મેઘાલયમાં 21 બેઠક મળી છે, એટલે કે ગત ચૂંટણીના મુકાબલે કોંગ્રેસને 08 બેઠકનું નુકશાન થયું છે. મેઘાલયમાં એનપીપીને 19 બેઠક પર જીત મળી છે. ગત વખતની ચૂંટણીમાં એનપીપી પાસે માત્ર 02 બેઠક હતી.
વિધાનસભા ચૂંટણી પરિણામ - 2018
મેઘાલય
પાર્ટી
બેઠક
ભાજપ
02
કોંગ્રેસ
21
એનસીપી
01
એચએસપીડીપી
02
એનપીપી
19
યુડીપી
06
કેએચએનએએમ
01
પીડીએફ
04
અન્ય
03
કુલ
59
ત્રીપુરા
પક્ષ
બેઠક
સીપીએમ
16
કોંગ્રેસ
00
ભાજપ
35
આઈપીએફટી
08
કુલ
59
નાગાલેન્ડ
પક્ષ
બેઠક
ભાજપ
11
એનપીએફ
27
જેડી(યુ)
01
એનપીપી
02
એનડીપીપી
16
કોંગ્રેસ
00
અન્ય
01
કુલ
58
ઉલ્લેખનીય છે કે, ત્રિપુરામાં 18 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. નાગાલેન્ડ અને મેઘાલયમાં 27 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું. આ ત્રણેય રાજ્યમાં વિધાનસભાની 60-60 બેઠકો છે. પરંતું અગમ્ય કારણોસર અહીં 59-59 બેઠકો માટે જ મતદાન થયું હતું.
નાગાલેન્ડમાં 75 અને મેઘાલયમાં 67 ટકા મતદાન થયું હતું. મતદાન સાંજે ચાર વાગ્યે પૂર્ણ થયું હતું. જ્યારે ત્રિપુરામાં 90 ટકા વોટિંગ થયું હતું.