Home /News /national-international /ત્રિપુરામાં શૂન્યથી શિખર પર પહોંચી બીજેપી, સીપીએમનો ગઢ ધ્વસ્ત

ત્રિપુરામાં શૂન્યથી શિખર પર પહોંચી બીજેપી, સીપીએમનો ગઢ ધ્વસ્ત

બીજેપી માટે આ જીત ઐતિહાસિક છે

ત્રિપુરામાં બીજેપી માટે ચૂંટણી પરિણામ ઐતિહાસિક માનવામાં આવી રહ્યા છે. કારણ કે અહીં ડાબેરી સરકાર છેલ્લા 25 વર્ષથી સાશનમાં છે.

    ભારતીય જનતા પાર્ટીએ ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં આ વખતે સીપીએમના જૂના ગઢના કાંગરા ખેરવી નાખ્યા છે. બીજેપી અહીં શૂન્યમાંથી શિખર પર પહોંચતી નજરે પડી રહી છે. ગત ચૂંટણીમાં બીજેપીને અહીં એક પણ બેઠક મળી ન હતી. ગયા વર્ષે અહીં જેવી હાલત ભાજપની હતી તેવી કોંગ્રેસની થવા જઈ રહી છે. કોંગ્રેસે અહીં હજુ સુધી ખાતુ નથી ખોલાવ્યું.

    ત્રિપુરામાં બીજેપી માટે ચૂંટણી પરિણામ ઐતિહાસિક માનવામાં આવી રહ્યા છે. કારણ કે અહીં ડાબેરી સરકાર છેલ્લા 25 વર્ષથી સાશનમાં છે. છેલ્લા 20 વર્ષથી મણિક સરકાર રાજ્યના મુખ્યમંત્રી રહ્યા છે. ત્રિપુરામાં મોટી જીતથી બીજેપીના કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો છે.

    હિંમતે અમિત શાહને પહેરાવી જીતની પાઘડી

    નોર્થ ઇસ્ટમાં બીજેપીની શાનદાર જીત માટે હિમંત બિસ્વા સરમાને શ્રેય આપવામાં આવી રહ્યો છે. આ એ જ વ્યક્તિ છે જેણે અમિત શાહના માથે ત્રિપુરામાં જીતનો સાફો બાંધ્યો છે. તેમણે કહ્યું કે, 'અમિત શાહના નિર્ણયો એ તેમની ખૂબ મદદ કરી હતી. પાર્ટી માટે લોકો અહીં ગઠબંધન કરવા માંગતા ન હતા. તેમનું કહેવું હતું કે આઈપીએફટી સાથે ગઠબંધન આપણા માટે આત્મઘાતિ બની શકે છે. પરંતુ અમિત શાહે તેનું સમર્થન કર્યું હતું. તેમને વિશ્વાસ હતો કે આનાથી આપણે સારું પરિણામ લાવી શકીશું.'

    'પૂર્વોત્તરમાં બીજેપીનું પ્રદર્શન રાષ્ટ્રીય એકતા માટે મહત્વનું'

    પૂર્વોત્તરમાં આ ચૂંટણી વલણ પર બીજેપીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, 'હિન્દુત્વવાદી પાર્ટીને મળી રહેલી આ જીત જણાવે છે કે લોકો ભારત સાથે ભળવા માગે છે. ત્રિપુરામાં જીરોથી સરકાર બનાવવી એક ઇતિહાસ રચવા જેવું હશે. હિન્દુત્વવાદી પાર્ટીને મળી રહેલી જીત બતાવે છે કે લોકો ભારત સાથે ભળવા માંગે છે. તેઓ પોતાને ઇન્ડિયન કહેવાનું પસંદ કરે છે. રાષ્ટ્રીય એકતા માટે આ વાત ખૂબ જ મહત્વની છે.

    'ડાબેરીઓએ આત્મમંથન કરવાની જરૂર'

    ચૂંટણીને લઈને આરજેડી પ્રવક્તા મનોજ ઝાએ કહ્યું કે, નોર્થ ઇસ્ટના રાજકારણમાં પૈસાનો ખેલ ચાલ્યો છે. જો મણિક સરકાર હારી જશે તો એનો મતલબ એવો થશે કે ઇમાનદાર સરકાર હારી ગઈ. તો આપ નેતા આશુતોષે ટ્વિટ કરીને કહ્યું કે, ત્રિપુરામાં બીજેપીની જીત મોટી વાત છે. ડાબેરીઓએ પોતાની જૂની માનસિકતામાંથી બહાર નીકળીને ફરીથી બેઠા થવું પડશે. ડાબેરીઓએ નવા વિચાર અને યુવા ચહેરાઓને હવે તક આપવી જોઈએ.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Tripura, Victory, ભાજપ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन