Home /News /national-international /"ભારતમાં નવું નથી ઇન્ટરનેટ, મહાભારત કાળથી વાપરીએ છીએ આપણે"

"ભારતમાં નવું નથી ઇન્ટરનેટ, મહાભારત કાળથી વાપરીએ છીએ આપણે"

પ્રાચીન ભારત તથા ભારતીય પરંપરાઓ અંગે બીજેપી નેતાઓના અજીબોગરીબ નિવેદન કોઇ નવી વાત નથી. આ યાદીમાં એક નવું નામ જોડાઇ ગયું છે. આ નામ છે ત્રિપુરાના સીએમ બિપ્લબ દેબનું. તેમણે અગરતલ્લામાં એક સાર્વજનિક આયોજન દરમિયાન કહ્યું છે કે ઇન્ટરનેટ પર કોઇ નવી વસ્તુ નથી. મહાભારત કાળથી આનો ઉપયોગ થાય છે.

તેમણે કહ્યું, "ધુતરાષ્ટ્ર કુરૂક્ષેત્રથી આટલા દૂર બેસીને સંજય પાસેથી સતત માહિતી લેતા હતાં કે ત્યાં શું થઇ રહ્યું છે. આ ટેકનીક અને સેટેલાઇટના માધ્યમથી જ સંભવ હતું."

પૂર્વ આરએસએસ પ્રચારક બિપ્લવ દેવને મુખ્યમંત્રી બનતા માત્ર એક મહિનો જ થયો છે. પીએમ મોદી અને તેમની ડિજીટલ ઈન્ડિયા યોજનાની પ્રસંશા કરતા તેમણે કહ્યું કે મોદી સરકારે ડિજીટલાઇઝેશનને હકીકત બનાવીને બતાવી. ઇન્ટનેટ આપણી જિંદગીનો એક મહત્વો ભાગ બની ગયું છે. તે અગરતલ્લામાં પીડીએસ સિસ્ટમના ડિજીટલાઇઝેશન અંગે એક કાર્યક્રમમાં હતાં. આ દરમિયાન તેમણે આવું નિવેદન આપ્યું હતું.

આ પહેલી વખત નથી જ્યારે આવા નિવેદનો સાંભળવા મળ્યાં છે. આ પહેલા પણ આપણા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ એક ઉદાહરણ આપતા મિસાઇલ અને રોકેટની તુલના ભગવાન રામના તીર સાથે કરી હતી. આ ઉપરાંત તેમણે ભારત અને શ્રીલંકા વચ્ચે પુલ બનાવવા માટે તેમની પ્રસંશા પણ કરી હતી. થોડા સમય પહેલા જ કેન્દ્રિય મંત્રી સત્યપાલ સિંહે કહ્યું હતું કે ડાર્વિનનો વિકાસનો સિદ્ધાંત વૈજ્ઞાનિક રીતે ખોટો છે. જેને શાળામાં પણ બદલી દેવો જોઇએ.
First published:

Tags: Internet, Mahabharat

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો