બિપ્લવ દેવે ત્રિપુરાના CM પદના લીધા શપથ, જિશ્નુ દેવ બન્યા ડે. CM

News18 Gujarati
Updated: March 9, 2018, 3:31 PM IST
બિપ્લવ દેવે ત્રિપુરાના CM પદના લીધા શપથ, જિશ્નુ દેવ બન્યા ડે. CM
નોર્થ ઈસ્ટના તમામ બીજેપી શાસિત રાજ્યના મુખ્યમંત્રી અને બીજેપી પાર્લામેન્ટ્રી કમિટીના સભ્યો હાજર રહ્યા...

નોર્થ ઈસ્ટના તમામ બીજેપી શાસિત રાજ્યના મુખ્યમંત્રી અને બીજેપી પાર્લામેન્ટ્રી કમિટીના સભ્યો હાજર રહ્યા...

  • Share this:
ત્રિપુરામાં બીજેપીને ભારે બહુમત મળ્યા બાદ બિપ્લવ દેવે આજે શુક્રવારે મુખ્યમંત્રી પદની શપથ લીધી. શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી અને ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા છે. બીજેપી નેતા જિશ્નુ દોબ્બારામ બર્મને નાયબ મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે. દોબ્બારામ હજુ સુધી ધારાસભ્ય તરીકે હજુ ચૂંટણી લડ્યા નથી, કારણ કે, ચારિલામ વિધાનસભા વિસ્તારમાં સીપીએમ ઉમેદવાર રામ નારાયમ દોબ્બારામનું મોત 11 ફેબ્રુઆરીના રોજ હાર્ટએટેકને કારણે થયું હતું. આ બેઠક માટેની ચૂંટણી 12 માર્ચે થશે. બીજેપીએ 2013માં જે રીતે જીરોમાંથી 43 બેઠકની સફર પાર કરી, તે બીજેપીની રણનીતિની શફલતા દેખાડે છે.

48 વર્ષીય બિપ્લવ દેવે 6 મારે ગવર્નર તથાગય રાય પાસે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. નોર્થ ઈસ્ટના તમામ બીજેપી શાસિત રાજ્યના મુખ્યમંત્રી અને બીજેપી પાર્લામેન્ટ્રી કમિટીના સભ્યો હાજર રહ્યા.

બીજેપીએ આઈપીએપટી સાથે મળી ચૂંટણી લડી હતી. આઈપીએફટીના અધ્યક્ષ એનસી દોબ્બારામે કહ્યું કે, પાર્ટીના બે મુખ્યપ્રધાન હશે. ત્રિપુરા વિધાનસભામાં બેઠકની સંખ્યા જોઈ સંભવ છે કે 12 મંત્રીઓ હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, બીજેપીએ લેફ્ટને ત્રિપુરામાં હરાવી હડકંપ મચાવી દીધો હતો. બીજેપીએ ધમાકેદાર પ્રદર્શન કરી ત્રિપુરામાં 25 વર્ષથી સત્તારૂઢ માણિક સરકારને બહાર કરી દીધી હતી.

કોણ છે બિપ્લવ દેવ?

બિપ્લવ દેવ આરએસએસના કાર્યકર્તા રહી ચુક્યા છે. તેમને 2016માં બીજેપીએ રાજ્ય અધ્યક્ષ બનાવ્યા હતા.
Loading...

રાજ્ય અધ્યક્ષની જવાબદારી મળતા જ માત્ર બે વર્ષમાં તેમણે બીજેપી માટે રાજ્યમાં કાયાપલટ કરી નાખી.

નોર્થ ઈસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખાસ રસ હતો. જેથી 2014માં નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી બન્યા બાદ બિપ્લવ દેવને દિલ્હીથી ત્રિપુરા મોકલી દીધા, જેથી બીજેપી અહીં પોતાનો પગ જમાવી શકે.

બિપ્લવ દેવનો જન્મ દક્ષિણ ત્રિપુરામાં થયો હતો, પરંતુ તેમણે અભ્યાસ દિલ્હીમાં જ કર્યો હતો.

આરએસએસના કાર્યકર્તા હોવાના કારણે, તેમનો વધારે સમય આરએસએસના હેડક્વાર્ટર નાગપુરમાં વિતાવ્યો છે.

 
First published: March 9, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...