Home /News /national-international /Tripura Assembly Election: ગરીબોને 5 રૂપિયામાં ભોજન, છોકરીઓને સ્કૂટી, ત્રિપુરામાં ભાજપે કર્યા મોટા મોટા વાયદા

Tripura Assembly Election: ગરીબોને 5 રૂપિયામાં ભોજન, છોકરીઓને સ્કૂટી, ત્રિપુરામાં ભાજપે કર્યા મોટા મોટા વાયદા

tripura assembly election 2023

રાજ્યમાં 16 ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીનો ઘોષણા પત્ર જાહેર કરતા કહ્યું કે, ધાર્મિક ગુરુ અનુકુલ ચંદ્રના નામ પર તમામ માટે પાંચ રૂપિયાના ભોજનની યોજના શરુ કરવાની સાથે અગરતલામાં એક ક્ષેત્રિય ચિકિત્સા વિજ્ઞાન સંસ્થાની સ્થાપના પણ કરવામાં આવશે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Agartala (incl. Jogendranagar, India
અગરતલા: ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે મોટી મોટી જાહેરાતો કરી છે. ભાજપે ગુરુવારે વચન આપ્યું છે કે, ત્રિપુરમાં સતત બીજી વાર સત્તામાં આવશે તો આદિવાસી વિસ્તાર માટે વધારે સ્વાયત્તતા, ખેડૂતોની આર્થિક સહાયતા અને રબર આધારિત ઉદ્યોગોને વિશિષ્ટ-વિનિર્માણ ક્ષેત્રોમાં વધારો કરશે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુરુવારે ઉન્નત ત્રિપુરા, શ્રેષ્ઠ ત્રિપુરા માટે ઘોષણાપત્ર જાહેર કર્યું છે, જેમાં મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે લલચામણી જાહેરાતો કરી છે. રાજ્યમાં 16 ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીનો ઘોષણા પત્ર જાહેર કરતા કહ્યું કે, ધાર્મિક ગુરુ અનુકુલ ચંદ્રના નામ પર તમામ માટે પાંચ રૂપિયાના ભોજનની યોજના શરુ કરવાની સાથે અગરતલામાં એક ક્ષેત્રિય ચિકિત્સા વિજ્ઞાન સંસ્થાની સ્થાપના પણ કરવામાં આવશે.

આ પણ વાંચો: એકદમ અનોખું છે આ ગામ: હીરો અને ખેલાડીઓના નામ પર રાખે છે બાળકોના નામ, રસ્તા પર રમી રહ્યા છે શાહરુખ-બચ્ચન

TOI ના રિપોર્ટ અનુસાર, દરેક બાળકીને 50,000 રૂપિયાની બોલિકા સમૃદ્ધિ બોન્ડ આપવામાં આવશે અને મેઘાવી કોલેજની છોકરીઓને સ્કૂટી પણ આપવાનું વચન આપ્યું છે. નડ્ડા દ્વારા પરંપરાગત પ્રેસવાર્તા કરવાની જગ્યાએ કાર્યકર્તાઓની સામે એક વિશાળ સભામાં ઘોષણાપત્ર જાહેર કર્યું, જેમાં લોકોને નોકરી અથવા રાજ્યના 1.9 લાખ સરકારી કર્મચારીઓને પેન્શન અને મોંઘવારી ભથ્થું આપવા વિશે કોઈ ઉલ્લેખ નથી કર્યો. આદિવાસી વિસ્તાર માટે સ્વાયતત્તાના વચનને ટિપરા મોથા પાર્ટી દ્વારા ગ્રેટર ટિપરાલેન્ડની માદનો જવાબ આપવા તરીકે જોઈ શકાય છે. આવી જ રીતે ત્રિપુરામાં ખેડૂતો અને મહિલાઓ માટે અલગ અલગ લાભ આપવા માટે ટીએમસી દ્વારા કરવામા આવેલા વચનનો જવાબ આપવા માટે ભાજપે ઘોષણાપત્રમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે.


ઘોષણાપત્ર જાહેર કર્યા બાદ નડ્ડાએ અહીં એક પત્રકાર સંમેલનમાં કહ્યું કે, અમે ત્રિપુરાને ડીટીએચ, વિકાસ પરિવર્તન અને સદ્ભાવને રસ્તે લઈ જઈશું. તો વળી આદિવાસી ભાષા કોકબોરોકને સીબીએસઈ અને આઈસીએસઈ પાઠ્યક્રમમાં વિષય તરીકે સામેલ કરીશું. નડ્ડાએ કહ્યું કે, અમે રબર અને વાંસ પર આધારિત ઉદ્યોગો સ્થાપિત કરીશું. 6000 રૂપિયા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિને વધારવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા 2000 રૂપિયા ખેડૂતોને આપવામાં આવશે.
First published:

Tags: Assembly Election, BJP candidates, Tripura