BHU યુનિ.ના MAના પેપરમાં ત્રિપલ તલાક અને હલાલા વિશે પૂછાયા પ્રશ્ન, થયો વિવાદ

  • Share this:
બનારસ હિંદુ યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછવામાં આવેલાં ઈતિહાસના પ્રશ્નો પર વિવાદ ઉભો થયો છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં લેયાયેલ એમએની પરીક્ષામાં ઈસ્લામ અને ખિલજી વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. ઈતિહાસ વિભાગના એમએના ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં પૂછવામાં આવ્યું હતું કે, “ઈસ્લામમાં ત્રણ તલાક અને હલાલા એક સામાજિક ખરાબી છે.” 22 નવેમ્બર રોજ ‘સોસાયટી ઓફ કલ્ચર એન્ડ રિલીઝન ઈન મેડિકલ ઈન્ડિયા’ના પેપરમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. જેને લઈને કેટલાંક કટ્ટરપંથી મુસ્લિમ સંગઠનોએ આ વિશે આપત્તિ વ્યક્ત કરી છે.



યુનિવર્સિટીમાં હિસ્ટ્રીના આસિસ્ટન્ટ પ્રોફેસર રાજીવ શ્રીવાસ્તવે કહ્યું કે, “જો વિદ્યાર્થીને શીખવવામાં ન આવે અને આ અંગે પૂછવામાં આવે તો તે અંગે તેઓ કઈ રીતે જણાવી શકે? જ્યારે તેઓ મધ્યકાળના સમયનો ઈતિહાસ ભણે છે તો આ બધી વાત અભ્યાસનો જ એક ભાગ બની જાય છે. ઈતિહાસનું સ્વરૂપ બગડી રહ્યું છે અને તેથી અમારે તેઓને આ વાત ભણાવવી પડશે કે જેથી તેઓ સાચો ઈતિહાસ જાણી શકે.”



મુસ્લિમ મહિલા ફાઉન્ડેશનની નેશનલ સદર નાઝનીન અંસારીનું કહેવું છે કે, “અમે આ વાતનું સમર્થન કરીએ છીએ. હલાલાને માત્ર પેપરમાં જ નહીં પરંતુ કેમ્પેઇન કરીને દરેક લોકોને જણાવવું જોઈએ. આ મુસ્લિમ મહિલાઓ માટે અભિશાપ છે.”
આ પહેલાં પોલિટિકલ સાયન્સ ડિપાર્ટમેન્ટના એમએના પહેલાં સેમેસ્ટરની પરીક્ષમાં ભાજપ પર નિબંધ લખવાનું કહેવામાં આવ્યું હતું. જેના માટે 15 માર્કસ પણ રાખવામાં આવ્યા હતા. આ રીતે વિદ્યાર્થીઓને દિલ્હીની આમઆદમી પાર્ટી સરકાર માટે પણ લખવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ આ પ્રશ્ન માત્ર 2 માર્કેસનો હતો.



પેપરમાં આ પ્રકારનાં પૂછવામાં આવ્યાં પ્રશ્નો
- ઈતિહાસના પેપરમાં પૂછવામાં આવ્યું કે જિલ્લે અલ્લાહ શું છે?
- ઈસ્લામમાં હલાલા શું છે?
- અલાઉદ્દીન ખિલજી દ્વારા ઘઉંની કિંમત શું નિર્ધારિત કરવામાં આવી હતી?
First published: