હવે નહીં અટકે ત્રણ તલાક બિલ, મોદી સરકારનો ફુલ પ્રૂફ પ્લાન તૈયાર

News18 Gujarati
Updated: July 27, 2019, 3:11 PM IST
હવે નહીં અટકે ત્રણ તલાક બિલ, મોદી સરકારનો ફુલ પ્રૂફ પ્લાન તૈયાર
સરકારને આ વખતે રાજ્યસભામાં ત્રણ તલાક બિલ પર બીજેડીનો સાથ મળતો લાગી રહ્યો છે

સરકારને આ વખતે રાજ્યસભામાં ત્રણ તલાક બિલ પર બીજેડીનો સાથ મળતો લાગી રહ્યો છે

  • Share this:
ત્રણ તલાક બિલ લોકસભામાં પાસ થઈ ચૂક્યું છે અને હવે સરકાર તેને સંસદના ઉચ્ચ ગૃહમાં પાસ કરાવવાના તમામ શક્ય પ્રયાસમાં લાગી ગઈ છે. સરકારને આશા છે કે આ વખતે ત્રણ તલાક બિલ રાજ્યસભામાં પણ પાસ થઈ જશે. તેના માટે સરકારે ઉચ્ચ ગૃહમાં જરૂરી સંખ્યાબળનો જુગાડ કરી દીધો છે.

સરકારને આ વખતે રાજ્યસભામાં ત્રણ તલાક બિલ પર બીજેડીનો સાથ મળતો લાગી રહ્યો છે. બીજી તરફ, ટીઆરએસ, વાઇએસઆર કોંગ્રેસ મતદાન દરમિયાન વોકઆઉટ કરવા પર સહમત થઈ ગઈ છે. હાલમાં રાજ્યસભાના સંખ્યા બળ પર નજર નાખીએ તો વિપક્ષની સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ છે. એવામાં જો સપા અને રાજદના કેટલાક સભ્યો ગેરહાજર રહે છે તો તેનો સીધો ફાયદો સરકારને મળી શકે છે.

સરકારના સૂત્રો મુજબ, ત્રણ તલાક બિલ સોમવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. સરકાર તરફીથી દાવો કરવામાં આવ્યો છે કે ત્રણ તલાક બિલ પર સરકારની પાસે 117 સાંસદોનું સમર્થન છે. અહેવાલ છે કે સરકારનો માર્ગ સરળ કરવા માટે સોમવારે રાજ્યસભાથી જેડીયૂ, ટીઆરએસ અને વાઇએસઆર કોંગ્રેસના 14 અને સપા-રાજદના ઓછામાં ઓછા ત્રણ સભ્ય વોટિંગ દરમિયાન વોકઆઉટ કરશે.આ પણ વાંચો, ઊંડા સમુદ્રમાંથી મળ્યું 1200 વર્ષ જૂનું મંદિર અને રત્નોથી ભરેલી હોડી
રાજ્યસભામાં કેવું હશે આ વખતનું ગણિત?

રાજ્યસભામાં હાલમાં 240 સભ્ય છે. એવામાં જો સરકારને કોઈ પણ બિલ પાસ કરાવવું છે તો તેને 121 સભ્યોનું સમર્થન જોઈએ. સરકારના દાવા મુજબ તેમની પાસે રાજ્યસભામાં 117 સભ્યોના સમર્થન છે. અત્યાર સુધીના અહેવાલ મુજબ જો જેડીયૂ, વાઈએસઆરના 14 અને આરજેડી-સપાના ત્રણ સભ્યોએ વોટિંગમાં ભાગ ન લીધો તો ગૃહની શક્તિ 223 રહી જશે. તે મુજબ બિલ પાસ કરવા માટે 223માંથી માત્ર 112 સભ્યોનું સમર્થનની જરૂર પડશે જ્યારે સરકારની પાસે 117 સભ્યોનું સમર્થન હશે.


આરટીઆઈ બિલની જીવંત થઈ આશા

સરકારે ત્રણ તલાક બિલ પર પોતાની રણનીતિ ગુરુવારે આરટીઆઈ સંશોધન બિલ જોતા બનાવી છે. ઉલ્લેખનીય છે કે, આ બિલના સમર્થનમાં 117 તો વિરોધમાં માત્ર 74 મત પડ્યા હતા. જે સમયે આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે 49 સભ્યો તો ગેરહાજર હતા કે વોટિંગમાં ભાગ નહોતા લઈ રહ્યા હતા.

આ પણ જુઓ, તોફાની નદી પરથી પસાર થતાં જ માટીનો પુલ ધસી પડ્યો અને પછી...Video Viral
First published: July 27, 2019, 3:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading