લોકસભામાં આજે ટ્રિપલ તલાક બિલ રજૂ થશે, બીજેપીએ સાંસદોને વ્હિપ આપ્યું

News18 Gujarati
Updated: July 25, 2019, 8:34 AM IST
લોકસભામાં આજે ટ્રિપલ તલાક બિલ રજૂ થશે, બીજેપીએ સાંસદોને વ્હિપ આપ્યું
ફાઇલ તસવીર

ભારતીય જનતા પાર્ટીએ વ્હિપ જાહેર કરીને પોતાના સાંસદોને સંસદમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે.

  • Share this:
લોકસભાના ચોમાસું સત્રમાં આજે (ગુરુવાર) ટ્રિપલ તલાક બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના સાંસદોને હાજર રહેવાનો આદેશ કર્યો છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ પણ આગામી બે દિવસ સુધી રાજ્યસભા અને લોકસભામાં પોતાના સાંસદોને હાજર રહેવા માટે વ્હિપ જાહેર કર્યું છે. આ પહેલા સંસદના બજેટ સત્ર દરમિયાન 21 જૂનના રોજ બિલ પર મુસદ્દો જાહેર કર્યો હતો, જેના પર વિપક્ષી પાર્ટીઓએ સખત વિરોધ નોંધાવ્યો હતો.

બિલ પર સરકારનો દાવો

સરકારે આ બિલને લઈને દાવો કર્યો છે કે ટ્રિપલ તલાક બિલ મુસ્લિમ મહિલાઓને લિંગ સમાનતા આપશે તેમજ ન્યાય અપાવશે. આ બિલ વિવાહિત મુસ્લિમ મહિલાઓના અધિકારોનું રક્ષણ કરશે, તેમજ તેમના પતિઓને તલાક-એ-બિદ્દતથી તલાક લેતા રોકશે.બિલમાં શું જોગવાઈ છે?

ટ્રિપલ તલાક બિલ પ્રમાણે જે મુસ્લિમ મહિલાને તલાક આપવામાં આવ્યા છે, તેની જાણકારીના આધારે મેજિસ્ટ્રેટની પરવાનગીથી કાયદાને વધારે સખત બનાવવામાં આવ્યો છે. બિલમાં મેજિસ્ટ્રેટ આરોપીને જામીન પર છોડતા પહેલા એ વિવાહિત મુસ્લિમ મહિલાની વાત સાંભળવાની જોગવાઈ છે, જેના તલાક આપવામાં આવ્યા છે.આ પણ વાંચો : લોકસભામાં UAPA બિલ પાસ, અમિત શાહે કહ્યુ- અર્બન નક્સલીઓ માટે સહેજ પણ દયા નહીં

ટ્રિપલ તલાક બિલમાં વિવાહિત મુસ્લિમ મહિલાઓ અને તેના આશ્રિત બાળકોને જીવન-નિર્વાહ ભથ્થું આપવાની જોગવાઈ છે. આ બિલમાં ગુનાને પ્રજ્ઞેય બનાવવાની જોગવાઈ છે. ટ્રિપલ તલાક બિલ પ્રમાણે ત્રણ વખત લખીને બોલીને ટ્રિપલ તલાકને ગેર-કાયદેસર માનવામાં આવ્યું છે. આ માટે ત્રણ વર્ષની કેદ અને દંડની જોવગાઈ છે.

બિનપ્રભાવી થયું હતું બિલ

મે મહિનામાં લોકસભાનો કાર્યકાળ પૂરો થતા જ ટ્રિપલ તલાક અંગેનું બિલ બિનપ્રભાવી થઈ ગયું હતું, કારણ કે તે રાજ્યસભામાં પસાર થઈ શક્યું ન હતું. હકીકતમાં લોકસભામાં કોઈ બિલ પસાર થયા બાદ રાજ્યસભામાં લાંબા સમય સુધી તે લટકી રહે અને આ દરમિયાન નીચલું ગૃહ (લોકસભા) ભંગ થાય તો તે બિલ બિનપ્રભાવી થઈ જાય છે. તેને ફરીથી લોકસભામાં પસાર કરવું પડે છે.
First published: July 25, 2019, 8:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading