ત્રણ તલાક બિલ રાજ્યસભામાં પાસ, PM બોલ્યા - આજનો દિવસ ઐતિહાસિક

News18 Gujarati
Updated: July 30, 2019, 10:15 PM IST
ત્રણ તલાક બિલ રાજ્યસભામાં પાસ, PM બોલ્યા - આજનો દિવસ ઐતિહાસિક
નરેન્દ્ર મોદી અને અમિત શાહ (ફાઈલ ફોટો)

નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે, એક પુરાતન અને મધ્યકાલિન પ્રથા આખરે ઈતિહાસની કચરાપેટી સુધી સિમીત થઈ ગઈ!

  • Share this:
સંસદે મુસ્લિમ મહિલાઓને ત્રણ તલાક આપવાની પ્રથા પર રોક લગાવવાની જોગવાઈવાળા એક ઐતિહાસિક કાયદાને મંગળવારે મંજૂરી આપી દીધી છે. આ બિલમાં ત્રણ તલાકનો અપરાધ સાબિત થવા પર સંબંધિત પતિને ત્રણ વર્ષની જેલની જોગવાઈ છે. મુસ્લીમ મહિલા કાયદાને રાજ્યસભામાં 84ના મુકાબલે 99 મતથી પાસ કરી દેવામાં આવ્યો છે. લોકસભામાં આ પહેલાથી જ પાસ થયો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો

નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે, એક પુરાતન અને મધ્યકાલિન પ્રથા આખરે ઈતિહાસની કચરાપેટી સુધી સિમીત થઈ ગઈ!

સંસદમાં ટ્રિપલ તલાકને સમાપ્ત કરી દેવામાં આવ્યું અને મુસ્લિમ મહિલાઓ પ્રત્યે થતી એક ઐતિહાસિક ભૂલને સોરી બનાવી દીધી. આ લૈંગિક ન્યાય અને સમાજ સમાનતાની જીત છે. ભારત માટે આજે ખુશીનો દિવસ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, હું તમામ પાર્ટીઓ અને સાંસદોને ધન્યવાદ કહું છે, જેમણે સાંસદના બંને ગૃહમાં મુસ્લિમ મહિલાઓ કાયદા, 2019ને પાસ કરાવવામાં સમર્થન આપ્યું છે. તેમને ભારતના ઈતિહાસમાં યાદ કરવામાં આવશે.

પીએમએ કહ્યું કે, આ અવસર છે તે મુસ્લિમ મહિલાઓના ઉલ્લેખનીય સાહસને સલામ કરવાનો જેમની સાથે ટ્રિપલ તલાકના કારણે ખુબ ખોટુ થયું. ટ્રિપલ તલાક ઉન્મુલન મહિલા સશક્તિકરણમાં યોગદાન આપશે, અને મહિલાઓને આપણા સમાજમાં તે સન્માન આપશે જેના તે હકદાર છે.

પીએમએ કહ્યું કે, આજે પુરા દેશ માટે ઐતિહાસિક દિવસ છે. આજે કરોડો મુસ્લિમ માતા-બહેનોની જીત થઈ છે અને તેમને સન્માનથી જીવવાનો હક મળ્યો છે, સદીઓથી ત્રણ તલાકની કુપ્રથાથી પીડિત મુસ્લીમ મહિલાઓને આજે ન્યાય મળ્યો છે. આ ઐતિહાસિક અવસર પર હું તમામ સાંસદોનો આભાર માનુ છું.ત્રણ તલાક બિલ પાસ થવું મહિલા સશક્તિકરણની દીશામાં એક મોટુ પગલું છે. તૃષ્ટિકરણના નામ પર દેશની કરોડો માતા-બહેનોને તેમના અધિકારથી વંચિત રાખવાનું પાપ કરવામાં આવ્યું. મને તે વાતનો ગર્વ છે કે, મુસ્લિમ મહિલાઓને તેમનો હક આપવાનો ગૌરવ અમારી સરકારને પ્રાપ્ત થયો.
First published: July 30, 2019, 10:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading