ટ્રિપલ તલાક પર ચર્ચા : રવિશંકરે કહ્યુ- દીકરીઓને ફૂટપાથ પર ન છોડી શકીએ

News18 Gujarati
Updated: July 30, 2019, 2:22 PM IST
ટ્રિપલ તલાક પર ચર્ચા : રવિશંકરે કહ્યુ- દીકરીઓને ફૂટપાથ પર ન છોડી શકીએ
રવિશંકર પ્રસાદ

જનતા દળ યૂનાઇટેડે ટ્રિપલ તલાક બિલનો વિરોધ કરતાં રાજ્યસભામાં વોકઆઉટ કર્યુ

  • Share this:
રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભાજપે તેના માટે વ્હિપ જાહેર કર્યો છે અને પોતાના તમામ સાંસદોને ગૃહમાં હાજર રહેવા અને બિલનું સમર્થન કરવાનો નિર્દેશ આપ્યો છે. લોકસભા પહેલા જ આ બિલને પાસ કરી ચૂક્યું છે. આ પહેલા લોકસભાના ચોમાસુ સત્રમાં ગુરુવારે ટ્રિપલ તલાક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. બિલ પર દિવસભર ચર્ચા ચાલી અને સાંજે અને સાંજે આ બિલ લોકસભામાં પાસ થઈ ગયું. આ બિલના પક્ષમાં 303 અને વિપક્ષમાં 82 વોટ પડ્યા. કોંગ્રેસ, ડીએમકે, એનસીપી, ટીડીપી અને જેડીયૂએ આ બિલનો વિરોધ કર્યો હતો.

રાજ્યસભામાંથી જેડીયૂનું વોકઆઉટ

જનતા દળ યૂનાઇટેડે ટ્રિપલ તલાક બિલનો વિરોધ કરતાં રાજ્યસભામાં વોકઆઉટ કર્યુ છે. જેડીયૂ સાંસદ વશિષ્ઠ નારાયણ સિંહે કહ્યું કે તેમની પાર્ટી આ બિલની સાથે નથી. તેઓએ કહ્યું કે દરેક પાર્ટીની એક વિચારધારા છે અને તેનું પાલન કરવા માટે તે આઝાદ છે.

પ્રશ્ન નારી ન્યાયનો છે- રવિશંકર પ્રસાદ

રવિશંકર પ્રસાદે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ કાર્યવાહી નહોતી થઈ શકતી અને નાની-નાની વાતો પર ત્રણ તલાક આપવામાં આવી રહ્યા હતા. અમે આ કારણે ફરીથી કાયદો લઈને આવ્યા છીએ. તેઓએ કહ્યું કે લોકોની ફરિયાદ બાદ બિલમાં કેટલાક ફેરફાર પણ કરવામાં આવ્યા છે. હવે તેમાં જામીન અને સમજૂતીની જોગવાઈ પણ રાખવામાં આવી છે. આ સવાલને વોટ બેંકના ત્રાજવે ન જોખવામાં આવે, આ સવાલ ન્યાય, નારી ગરિમા અને નારી ઉત્થાનનો છે.

કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં કહ્યું કે, કેટલાક લોકોને બિલમાં કેટલીક ખામીઓ લાગી, તેમને લાગ્યું કે તેનો દુરુપયોગ થઈ શકે છે તો અમે તેમાં ફેરફાર કર્યા, એફઆઈઆર માત્ર પત્ની, પત્નીઓના લોહીની સગાઈમાં આવનારા લોકો દ્વારા નોંધી શકાશે. અમે તેમાં જામીન, કસ્ટડી અને દંડની જોગવાઈ પણ રાખી છે.

આ રીતે રાજ્યસભામાં પાસ થઈ શકે છે ટ્રિપલ તલાક બિલ

લોકસભામાં પોતાના બહુમતના દમે સરળતાથી પાસ કરી ચૂકેલા ટ્રિપલ તલાક બિલ પર એનડીએ અને બાકી વિપક્ષની અસલી પરીક્ષા રાજ્યસભામાં થશે. રાજ્યસભામાં ન તો એનડીએ અને ન તો યૂપીએ બહુમતમાં છે, એવામાં બિન એનડીએ અને બિન યૂપીએ પર બિલના પાસ થવાની નિર્ભરતા ઘણી વધી જાય છે.

એનડીએ માટે પડકાર એટલા માટે પણ વધી ગયો છે કારણ કે જેડીયૂએ બિલને સમર્થન ન આપવાનો નિર્ણય કર્યો છે અને ઓલ ઈન્ડિયા અન્નાદ્રમુકે પણ બિલ પર સવાલ ઊભા કર્યા છે.

શું છે આંકડાઓનું ગણિત?

રાજ્યસભામાં આંકડાઓની વાત કરીએ તો આમ તો ગૃહની કુલ સંખ્યા 245 છે પરંતુ હાલ 4 ખાલી પડેલા પદોને કારણે ગૃહની સંખ્યા 241 છે. તેમાં એનડીએની સંખ્યા 113 છે જેમાં નામાંકિત સાંસદ સામેલ છે જ્યારે કોંગ્રેસ સહિત બાકી યૂપીએના ઘટક પક્ષોની સંખ્યા 68 છે.

આ ઉપરાંત બીજી વિપક્ષી પાર્ટીઓ પાસે રાજ્યસભામાં 42 સાંસદ છે. તેમાંથી બાકી 18 ન તો ભાજપની સાથે છે અને ન તો ભાજપની વિરુદ્ધ છે. ભલે એનડીએ પાસે રાજ્યસભામાં બહુમત ન હોય પરંતુ એનડીએનું ત્રાજવું ભારે છે. એ વાતની પૂરી આશા છે કે સરકાર રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલને પાસ કરાવી દેશે.
First published: July 30, 2019, 1:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading