રજૂ ન થઈ શક્યું ટ્રિપલ તલાક બિલ, રાજ્યસભા 2 જાન્યુઆરી સુધી સ્થગિત

News18 Gujarati
Updated: December 31, 2018, 2:40 PM IST
રજૂ ન થઈ શક્યું ટ્રિપલ તલાક બિલ, રાજ્યસભા 2 જાન્યુઆરી સુધી સ્થગિત
પ્રતીકાત્મક તસવીર

આ બિલમાં એક સાથે ત્રણ તલાક બોલનારા શખ્સને ત્રણ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: મુસ્લિમોના એક વર્ગમાં પ્રચલિત ત્રણ તલાકની પ્રથાને અપરાધની શ્રેણીમાં લાવનારું ત્રણ તલાક બિલ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. ભાજપ અને કોંગ્રેસે આ બિલને ધ્યાને રાખી પોતાના સાંસદોને વ્હિપ જાહેર કરી સોમવારે ગૃહમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત અન્ય દળોએ પણ આ મહત્વપૂર્ણ બિલ રજૂ થવાને લઈ પોતાના સાંસદોને ગૃહમાં હાજર રહેવા કહ્યું હતું.

હોબાળાના કારણે રાજ્યસભાની કાર્યવાહી 2 જાન્યુઆરી સુધી સ્થગિત
સોમવારે રાજ્યસભાની શરૂઆત થતાં જ હોબાળો શરૂ થઈ ગયો હતો. સતત થઈ રહેલા હોબાળાને લઈ પહેલાં રાજ્યસભા 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ 2 વાગ્યે કાર્યવાહી શરૂ થતાં હોબાળો થતાં ફરીથી 15 મિનિટ માટે કાર્યવાહી સ્થગિત કરવામાં આવી. ત્રીજી વાર કાર્યવાહી શરૂ થતાં જ ત્રણ તલાક મુદ્દે ગૃહમાં ફરી હોબાળો થતાં રાજ્યસભાની કાર્યવાહી 2 જાન્યુઆરી સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

 રાહુલે કહ્યું- અમારું સ્પષ્ટ વલણ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે ત્રણ તલાક બિલના મુદ્દે તેમની પાર્ટીનું સ્ટેન્ડ સ્પષ્ટ છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ ઘણા લાંબા સમયથી માંગ કરી રહી છે કે આ બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવામાં આવે. ખાસ કરીને કોંગ્રેસને આ બિલમાં સજાની જોગવાઈ સામે વાંધો છે, સાથોસાથ કોંગ્રેસ પીડિત મહિલાઓને વળતરની માંગ પણ કરતી આવી છે.

PM મોદીએ બોલાવી હતી બેઠક
ત્રણ તલાક બિલને લઈને વડાપ્રધાન મોદીએ સંસદ ભવનમાં ભાજપના નેતાઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ, ગૃહ મંત્રી રાજનાથસિંહ, નાણા મંત્રી અરુણ જેટલી, નિતિન ગડકરી સહિત અન્ય મોટા નેતા પણ ઉપસ્થિત રહ્યા. સૂત્રોનું માનીએ તો રાજ્યસભામાં ત્રણ તલાકના વોટિંગ દરમિયાન એનડીએની સહયોગી પાર્ટી જેડીયૂ ગેરહાજર રહેશે.

આ બિલમાં એક સાથે ત્રણ તલાક બોલનારા શખ્સને ત્રણ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. બીજી તરફ, વિપક્ષી પાર્ટીઓની માંગ છે કે આ બિલને ગૃહમાં રજૂ કરતાં પહેલા સિલેક્ટ કમિટીને મોકલવામાં આવે. એવામાં આ વિવાદિત બિલને વિપક્ષી પાર્ટીઓનો જોરદાર વિરોધનો સામનો કરવો પડી શકે છે.

રાજ્યસભાનું શું છે ગણિત?
રાજ્યસભામાં હાલ 244 સાંસદોમાંથી ભાજપની પાસે 73 સાંસદ છે. તેના સહયોગીઓમાં જેડીયૂના 6, અકાલી દળના 3 અને શિવસેનાના 3 સાંસદો છે. કેટલીક નાની પાર્ટીઓના 4 સાંસદોનું સમર્થન ભાજપ સાથે છે. નામાંકિત અને અપક્ષ મળી વધુ 9 સાંસદ તેમન પક્ષમાં આવી શકે છે. એટલે કે 244માંથી કુલ 98 સાંસદોનું સમર્થન બલિને મળી શકે છે. તેની સામે વિપક્ષનું સંખ્યાબળ વધુ છે. યૂપીએ પાસે 112 સાંસદોનું સમર્થન છે.
First published: December 31, 2018, 9:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading