રાજ્યસભામાં ટ્રિપલ તલાક, નાગરિકતા સંશોધન બિલ પાસ કરાવવા સરકાર માટે આજે છેલ્લી તક

News18 Gujarati
Updated: February 13, 2019, 11:20 AM IST
રાજ્યસભામાં ટ્રિપલ તલાક, નાગરિકતા સંશોધન બિલ પાસ કરાવવા સરકાર માટે આજે છેલ્લી તક

  • Share this:
મંગળવારે રાજ્યસભામાં વિપક્ષના ભારે હોબાળાના કારણે નાગરિકતા સંશોધન બિલ રજૂ નહોતું થઈ શક્યું. આજે બજેટ સત્રનો છેલ્લો દિવસ છે. ગત મહિને 8 જાન્યુઆરીએ નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં પાસ થયું હતું. ત્યારબાદથી આ બિલનો ઉત્તર-પૂર્વ રાજ્યોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે.

સમાચાર એજન્સી એએનઆઈ મુજબ, કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ ટ્રિપલ તલકા બિલને ગૃહમાં રજૂ કરશે. આ બિલ પહેલા જ લોકસભામાં પાસ થઈ ચૂક્યું છે. આશંકા છે કે વિપક્ષ રાજ્યસભામાં આ બિલ પર હોબાળો કરી શકે છે. આજે સત્રનો છેલ્લો દિવસ હોવાથી સરકાર માટે તેને પાસ કરાવવું મોટો પડકાર હશે.

 વિપક્ષની માંગ છે કે મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) બિલ 2018ને સિલેક્ટ કમિટીને મોકલવામાં આવે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (એઆઈએમપીએલબી)એ પણ ત્રણ તલાક સાથે સંબંધિત બિલ મહિલા વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે.
First published: February 13, 2019, 10:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading